Gujarat

 તા. ૨૨/૫/૨૨ ના રોજ રાધનપુર ખાતે રઘુવંશીઓ નું “એકતા સંમેલન” RKM રઘુવંશી ક્રાંતિ મંચ દ્વારા યોજાયું. ગુજરાતના ખૂણે ખૂણે ખૂણેથી રઘુવંશી સમાજના અગ્રણીઓએ ઉપસ્થિત રહી સંમેલનને ભવ્ય સફળતા અપાવી.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
સમસ્ત ગુજરાતના રઘુવંશીની ખૂબ ટૂંકા સમયના આહવાન પછીની ખૂબ મોટી સફળતા.. રઘુવંશી ક્રાંતિ મંચને મજબૂત બનાવવા માટે તેનું રાજકીય પ્લેટફોર્મની નોંધ સમગ્ર રાજકીય પક્ષો અને નેતાઓ લે અને આવતાં સમયમાં રઘુવંશી સમાજના અગ્રણીઓને રાજકીય પક્ષો ટિકિટ ફાળવવા સક્રિય રીતે વિચારે એ ઉદ્દેશ સાથે રાધનપુર મુકામે  તારીખ ૨૨ ને રવિવારના રોજ બપોરે ૪-૩૦ થી એક ભવ્ય એક્તા સંમેલન યોજાયું. માત્ર સૌરાષ્ટ્ર કે કચ્છ જ નહી પરંતુ ગુજરાતના ખૂણે ખૂણેથી રઘુવંશી સમાજના અગ્રણી આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. સાવરકુંડલા શહેરના ગુજરાત કોંગ્રેસના અગ્રણી ચંદ્રેશભાઈ રવાણી, સાવરકુંડલા ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ મહેશભાઈ મશરૂ, અમરેલી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ હસુભાઈ સૂચક ચલાલા નગરપાલિકા પ્રમુખ પતિ પ્રકાશભાઈ કારીયા મોરબી લોહાણા યહાજન પ્રમુખ ગિરીશભાઈ ઘેલાણી, અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના-મોરબી અધ્યક્ષ હસુભાઈ પૂજારા, શ્રી જલારામ સેવા મંડળ મોરબીના અગ્રણી અનિલભાઈ સોમૈયા તથા જયંતભાઈ રાઘુરા આનંદભાઈ સેતા્, જનકભાઈ હીરાણી, રસીકભાઈ પીઠળ વાળા, મનિષભાઇ સોમૈયા, વિશાલભાઈ પોપટ, મહેશભાઈ નગદીયા, સોનલબેન વસાણી, ડો. ધર્મેશ ઠક્કર, ફરસુભાઈ ગોકલાણી, વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ સંદર્ભે.. પૂરા જોમ જુસ્સા સાથે સમગ્ર ગુજરાતનાં રઘુવંશી સંગઠનનો પરિચય.. ખરેખર કલ્પનાતીત સહયોગ સાથે સફળ… હવે સંમેલન સફળ રહ્યું સો ટકા સફળ રહ્યું.. આ સંમેલનને સફળતા અપાવવા માટે સતત રાતદિવસ જોયા વગર કરેલી મહેનત લેખે લાગી.. પરંતુ આ પ્રારંભ છે. હજુ પણ ઘણી લાંબી મજલ કાપવાની છે.યે આગાજ-એ-બયાઁ ઈતના શાનદાર હૈં, સોચો જરા અંજામ-એ-વક્ત ક્યા હોગા…સંમેલનમાં વક્તાઓએ ધારદાર વક્તવ્ય સાથે સંગઠન અને સામાજિક એકતાના પાસાને ઉજાગર કરેલ. આમ પણ સંગઠન શક્તિ કલિયુગે એ ન્યાયે પણ સંગઠિત સૂર વધુ ધ્યાનાકર્ષક બને છે એ સૂર પણ સંમેલનમાં સંભળાયો. આ સંમેલનને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સફળ બનાવવા માટે જહેમત કરનાર તમામને ઠેર ઠેરથી અભિનંદન પણ પાઠવવામાં આવ્યાં. અને સંમેલનમાં સંમિલિત તમામ રઘુવંશીઓની હાર્દિક નોંધ લેવામાં આવી. .યે આગ યૂઁ હી જલતી રહે, કારવાઁ આગે હરદમ બઢતા રહે.આમ આજે રઘુવંશીઓએ એક નવો ઇતિહાસ રચ્યો ત્યારે આ શુભ અવસરના સાક્ષી બનવા સૌરાષ્ટ્રના રઘુવંશી આગેવાન અને RKMના પાયાના સુત્રાધારો એવા કોડીનારથી શ્રી યોગેશભાઈ તન્ના, શ્રી જીગ્નેશભાઈ માખેચા અને શ્રી, નલીનભાઇ વિઠલાણી અને તાલાળાના યુવા નેતા અને RKM ના પાયાના પથ્થર એવા શ્રી, અભિષેકભાઈ ગઢીયા (અભીભાઈ) એ હાજર રહી અને  રઘુવંશી તરીકેની ફરજ બજાવી છે

IMG-20220522-WA0146.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *