જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગ દ્વારા ટેકનોલોજી ડેવલોપમેન્ટ એન્ડ યુટીલાઈઝેશન પ્રોગ્રામ ફોર વિમેન, ડીએસઆરઆઈ અંતર્ગત પોસ્ટ હાર્વેસ્ટ હેન્ડલિંગ એન્ડ વેલ્યુ એડિસન ઓફ ફ્રુટસની મહિલાઓ માટેની બે દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં ૮૦ જેટલી મહિલાઓએ ભાગ લઈ પાકી કેરીમાંથી ફ્રુટી, શરબત તેમજ કેરીના રસનું કેનીંગ અને બોટલીંગ જેવી વિવિધ મૂલ્ય વર્ધિત બનાવટો બનાવી હતી.
તાલીમના ઉદ્દઘાટન સમારોહમાં એડીઆર ડો.પ્રમોદ મોહનોટ, બાગાયત કોલેજના પ્રિન્સિપાલ ડો.ડી.કે.વરૂ, આઇએઆરઆઈ, ન્યુ દિલ્હીના પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ ડો.રામ આશ્રેય, નવસારી કૃષિ યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડો.દેવરાજ, સહ વિસ્તરણ નિયામકશ્રી ડો.જી.આર.ગોહિલ, પ્રોજેક્ટના પી.આઈ.સહપ્રાધ્યાપક ડો.કે.એમ.કારેથા, બાગાયત કોલેજના અધિકારી/કર્મચારીઓ અને પ્રોસેસીંગ અને ફૂડ એન્જીનીયરીંગ વિભાગના પદાધિકારીઓ વિગેરેની ઉપસ્થિતિ રહ્યા હતા. ઉપસ્થિત તજજ્ઞો દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન તેમજ ફળ પાકોમાં મૂલ્યવર્ધનની મહત્વતા અને ઉપયોગીતા વિષે સવિસ્તાર માહિતી આપવામાં આવી હતી. ઉદ્દઘાટન સમારોહના અંતે ડો.કે.એમ.કારેથા દ્વારા આભારદર્શન કરવામાં આવ્યા હતા.
પ્રેક્ટીકલ તાલીમના વિવિધ શેસનોમાં તાલીમાર્થી મહિલાઓ દ્વારા ડો.દેવરાજ, ડો.કે.એમ. કારેથાં તેમજ ડો.એસ.પી.ચોલેરાના માર્ગદર્શન હેઠળ કેરીની વિવિધ મૂલ્યવર્ધિત બનાવટો બનાવવામાં આવી હતી. ન્યુ દિલ્હીથી પધારેલ પ્રિન્સિપલ સાયન્ટિસ્ટ ડો. રામ આશ્રેય સંપુર્ણ પ્રેક્ટીકલ તાલીમમાં ઉપસ્થિત રહીને તાલીમાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
આ તાલીમના આયોજન સફળ બનાવવા માટે ડો.કે.એમ.કારેથા, બાગાયત કોલેજ તેમજ વિભાગના કર્મચારી અધિકારીઓએ જહેમત ઉઠાવી હતી.
