Gujarat

તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળામાં સાવરકુંડલા શહેરની સરકારી પ્રાથમિક શાળા – પે સેન્ટર શાળા નંબર ૧ ની કૃતી  પ્રથમ નંબરે આવી.

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
વિજ્ઞાન મેળો એટલે વિજ્ઞાન અને ટેકનોલોજીના વિષયમાં બાળકોએ કરેલ સંશોધન અંગેની કૃતિઓનો મેળાવડો. વિદ્યાર્થીઓ દર વર્ષે જેની આતુરતાથી રાહ જોતા હોય છે તે સી.આર.સી કક્ષાનો વિજ્ઞાન મેળો તારીખ ૨૯/૧/૨૦૨૨ ના રોજ કોરોના ગાઈડ લાઈન અનુલક્ષીને ઓનલાઇન યોજાયો હતો. તેમાં પે સેન્ટર શાળા નંબર ૧ સાવરકુંડલાના વિદ્યાર્થીઓ ઝાંખરા સાફીન અને અગવાન ફૈજાન દ્વારા  વિભાગ ૨ સ્વાસ્થ્ય અને સ્વચ્છતા વિભાગમાં “ધ પાવર ઓફ પ્લાસ્ટિક” કૃતિ શ્રી હિતેશભાઈ જોષી ના માર્ગદર્શન હેઠળ તૈયાર કરી હતી.
 સી.આર.સી.કક્ષાએ કૃતિ પ્રથમ આવી હતી ત્યારબાદ તાલુકા કક્ષાના વિજ્ઞાન મેળામાં પણ આ કૃતિનો પ્રથમ નંબર આવતા  બાળ વૈજ્ઞાનિકો તથા માર્ગદર્શક શિક્ષક શ્રી હિતેશભાઈ જોષીને શાળા પરિવાર  અભિનંદન પાઠવે છે. આ કૃતિ બનાવવા માટે જરૂરી સાધનસામગ્રી અમારી શાળામાં આવેલ અમેરિકન ઇન્ડિયન ફાઉન્ડેશન દ્વારા પૂરી પાડવામાં આવેલ તેમજ એ.આઈ.એફ કોડિનેટર અલ્તાફભાઈ તથા એ.આઈ.એફ ના ટ્રેનર દિપાલીબેન દ્વારા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ.
Attachments area

IMG-20220218-WA0001.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *