આજરોજ અંતરિયાળ ગામમાંથી 17 વર્ષના છોકરો નું લગન એમના મા-બાપ દ્વારા તારીખ 25 /4 /2022 ના રોજ નક્કી કરવામાં આવેલ છે એવી વાત મળતા તાત્કાલિક નિર્ભયા ટીમના પી.એસ.આઇ કે. કે. પાઠક સાહેબ તથા નિર્ભયાના કોમલબેન તેમજ છાયાબેન અને જિલ્લા બાળલગ્ન પ્રતિબંધક અધિકારી શ્રી પી ટી રાણપરીયા અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી ચેતન પરમાર નો સંપર્ક કરી તાત્કાલિક પીએસઆઇ કે કે પાઠક નિર્ભયા ટીમ સાથે ગામમાં પહોંચી સગીર બાળકના માતા-પિતા કુટુંબીઓ પડોશીઓને બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ની સમજ આપવામાં આવી અને ભવિષ્યમાં બાળલગ્ન ન કરે તે બાબતે યોગ્ય કાનૂની માહિતી આપવામાં આવી બાળલગ્ન અટકાવવા બાબતે બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ અંતર્ગત નોટિસ પાઠવવામાં આવી આ લગ્ન નહીં કરવા તેમજ ગામના સરપંચને તકેદારી રાખવા સુચના આપવામાં આવી


