Gujarat

તેજગઢ માં સવા કરોડ ઉપરાંત ના ખર્ચે નલ સે જલ યોજના હેઠળ 1412 ઘરો સુધી પાણી પહોંચશે તેજગઢમાં નલ સે જલ મિશન હેઠળ કામ નું ખામુહૂર્ત છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા ના હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં તેજગઢ ના લોકલાડીલા સરપંચ નરસિંહભાઇ રાઠવા છોટાઉદેપુર જિલ્લા પંચાયત વિરોધ પક્ષ ના નેતા નગીનભાઈ રાઠવા તેજગઢ તા.પં સભ્ય આકાશભાઈ ચૌહાણ વાસ્મો ના આસિસ્ટન્ટ મેનેજર આનંદસિંગ પવાર જયેશભાઈ કોન્ટ્રાક્ટર સિરાજ ભાઈ શેખ માજી સરપંચ રમેશભાઈ શાહ વેપારી મંડળના પ્રમુખ સુરેશભાઇ પંચોલી કિશોરભાઈ સોની ઝવેરભાઇ વકીલ વગેરે ખાતમુહૂર્ત પ્રસંગે ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા

 તેજગઢ માં છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યા તથા વર્ષોજૂની પાઇપલાઇનના કારણે ગ્રામજનો તકલીફનો સામનો કરી રહી હતી 2017 થી તેજગઢ ના સરપંચ નરસિંહભાઈ રાઠવા દ્વારા સમસ્યા દૂર કરવા માટે પ્રયાસો  કરતા અંતે સફળતા મળી હતી ગુજરાત સરકારના નલ સે જલ યોજના મિશન હેઠળ 1,16,28.255(એક કરોડ સોલ લાખ અઠ્ઠાવીસ હજાર બસો પંચાવનની) ગ્રાંન્ટ ની વહીવટી મંજૂરી મળતાં આજરોજ ખાતમુહૂર્ત પંચાયત વારિગૃહ ખાતે   કરવામાં આવ્યું હતું મોહનસિંહ રાઠવાએ જણાવ્યું હતું કે આ યોજના હેઠળ તેજગઢ ના 1412 ઘરો ને પાણી મળશે અનેક વિસ્તારોને આ યોજના હેઠળ આવરી લઈ પાણી પહોંચાડવામાં આવશે તેમ જ વિસ્તારના ગરીબ લોકોને મુશ્કેલી દૂર થાય અને પ્રજા ફુલમ ફુલ્લા અને તુમબમ તુમ્મબા થાય એવી ભગવાનને પ્રાર્થના કરી વહેલી તકે કામ પૂર્ણ કરી પ્રજાને લાભ મળે તેવું જણાવ્યું હતું તેમજ વિરોધ પક્ષના નેતા નગીનભાઈ રાઠવા જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં તેજગઢમાં વિકાસના કામો ઝડપથી થશે ગામમા ટુંક સમયમા એલીડી લાઇટો પણ લાગસે સાથે ગામજનો નો સહકાર માગ્યો હતો આભારવિધી માજી સરપંચ વિક્રમભાઈ રાઠવાએ કરી હતી
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220218-WA0037.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *