Gujarat

ત્વચા શુષ્ક ન થાય માટે શિયાળામાં લીલા શાકભાજી અને ફ્રૂટસ ખાવા જોઈએ CELEBS WINTER TIPS

ધીમે ધીમે શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીની હાજરી વર્તાઈ રહી છે. શિયાળામાં ઠંડું વાતાવરણ હોવાથી ત્વચા શુષ્ક થઈ જતી હોય છે. ત્વચા શુષ્ક ન થાય તે માટે શિયાળામાં ત્વચાનું વિશેષ ધ્યાન રાખવું પડે છે. ગુજરાતી ફિલ્મ જગતની અભિનેત્રીઓ શિયાળામાં પોતાની ત્વચા શુષ્ક ન થાય તે માટે ખાસ ધ્યાન રાખે છે.
ડેનિશા ઘુમરા
ક્લિન્સર યુઝ કર્યા બાદ સ્કીનને મોઇશ્ચરાઇઝ કરું છું હું જ્યારે પણ મેક-અપ કરું એના પાંચ દિવસમાં મને ખીલ થઈ જાય છે જેના લીધે હું ખાસ ટ્રીટમેન્ટ કરાવું છું. મારા ડે-કેર રૂટિનની વાત કરું તો હું ક્લિન્સર યુઝ કર્યા બાદ સ્કીનને મોઇશ્ચરાઇઝ કરું છું.ત્યારપછી સનસ્ક્રીન ચોક્કસપણે લગાવું છું. રાત્રે પણ ક્લિન્સર અને મોઇશ્ચરાઇઝ યુઝ કર્યા બાદ રેટીનોલ યુઝ કરું છું.અને ક્યારેય પણ મેકઅપ કરતી પહેલા ક્રીમ લગાવવાનું ભૂલતી નથી. આ બધાની સાથે પૂરતા પ્રમાણમાં પાણી અને યોગ્ય ખોરાક ખૂબ જ જરૂરી છે.
ડેનિશા ઘુમરા
કેમિકલવાળી પ્રોડક્ટ ન યુઝ કરતા ઘરગથ્થુ ઉપચાર કરોહું એવું માનું છું કે, સ્કીનની સંભાળ ફક્ત તમે શું લગાવો છો તેની સાથે જ તમે શું ખાઓ તેના પર આધાર રાખે છે. શિયાળાના સમયમાં લીલા શાકભાજી અને ફૂટસ ખાવા જોઈએ. હું કેમિકલવાળી પ્રોડક્ટ ન યુઝ કરતા ઘરગથ્થુ ઉપચાર વધુ કરું છું. બીજી ખાસ વાત એ કે ક્યારેય મેકઅપ રીમુવ કર્યા વગર ન સૂવું જોઈએ. હું હંમેશા એ વાતનું ધ્યાન રાખું છુ કે કેમિકલવાળા ફેસપેક કે ક્રીમ્સનો ઉપયોગ બહું
ઓછો કરું છું. – કિંજલ રાજપ્રિય
રોજ સવારે કાચુ દૂધ લગાવવાથી ચહેરો સાફ રહે છે. જો તમારી પાસે સમય ઓછો હોય તો કોટનમાં કાચુ દૂધ લઈને તેને ચહેરા, ગરદન અને પીઠ પર લગાવી દો. અને થોડીક વાર પછી ધોઈ લો. તમારા નહાવાના પાણીમાં થોડાક ટીંપા બદામનું તેલ નાંખો તેનાથી તમારી ત્વચામાં ભેજનું પ્રમાણ જળવાઈ રહેશે.
વાળને પણ ક્યારેય ઓઈલ કર્યા વિના ધોશો નહી નહીતર વાળ વધું રુક્ષ થઈ જશે અને હા વાળ ધોયા બાદ કંડીશનર અવશ્ય કરો. બને તેટલાં લીલા શાકભાજી વધું ખાવ.
ઉમંગરાવલ

Denisha-Ghumra.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *