સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ શહેરમાં સમસ્યાઓનો ઉકેલ ન આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠતા રોષે ભરાયેલા નગરજનોએ પાલિકામાં હલ્લાબોલ મચાવ્યો હતો. થાનગઢ પાલિકા પ્રમુખ અને શહેરીજનો જીભાજાેડીની સાથે સામસામે આવી જતાં મામલો ગરમાયો હતો. જેમાં આ ઘટનાના પગલે થાનગઢ નગરપાલિકામાં લોકોનાં ટોળે-ટોળાં ઉમટી પડ્યાં હોવાથી પોલીસ બોલાવવા સુધીની નોબત આવી હતી. થાનગઢ શહેરમાં વધતી જતી સમસ્યાઓથી કંટાળેલા લોકોએ નગરપાલિકાનાં મહિલા પ્રમુખનો જાહેરમાં ઉધડો લીધો હતો. છેલ્લા કેટલાંક દિવસોથી થાનગઢમાં રોડ, રસ્તા, પાણી, ગંદકી અને ગટરની સમસ્યાઓ વધતાં નગરજનોમાં રોષની લાગણી ફેલાવા પામી છે. ત્યારે થાનગઢ શહેરમાં સમસ્યાઓનો ઉકેલ ન આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠતા રોષે ભરાયેલા નગરજનોએ પાલિકામાં હલ્લાબોલ મચાવ્યો હતો.સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ શહેરમાં સમસ્યાઓનો ઉકેલ ન આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠતાં રોષે ભરાયેલા નગરજનોએ પાલિકામાં હલ્લાબોલ મચાવ્યો હતો. જેમાં થાનગઢ નગરપાલિકાના પ્રમુખ અને નગરજનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. થાનગઢ શહેરમાં રોડ, પાણી, ગંદકી અને ગટર બાબતે થતી સમસ્યાઓથી કંટાળેલા લોકોએ નગરપાલિકાના મહિલા પ્રમુખનો જાહેરમાં ઉધડો લીધો હતો.
