Gujarat

દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે હાઇકમાન્ડ પાસે ૧૦ મુસ્લિમ ઉમદેવારને ટિકિટ આપવાની માંગ કરી

અમદાવાદ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ પાર્ટીઓ તાડમાર તૈયારીઓમાં લાગી છે, અને પ્રચાર તેજ કરી દીધા છે. કોંગ્રેસની હાલત રાજ્યમાં કફોડી બનતી જાય છે એક બાજુ ધારાસભ્યો પક્ષ પલટું કરી રહ્યા છે,અને જૂથવાદ હજુપણ પાર્ટીમાં યથાવત છે ત્યારે અમદાવાદના દિગ્ગજ અને દરિયાપુર કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે હાઇકમાન્ડ પાસે ગુજરાતની ચૂંટણીમાં ૧૦ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ ફાળવવા અંગે માંગ કરી છે. ગુજરાત કોંગ્રેસ ઉમેદવાર પસંદગીને લઈ મથામણ કરી રહ્યું છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે હાઈકમાન્ડ સમક્ષ મુસ્લિમ ઉમેદવારને ૧૦ ટિકિટો આપવાની માંગ કરી છે. તેમણે કહ્યું છે કે રાજ્યમાં લઘુમતી સમાજની વસ્તીના આધારે ૧૮ ટિકિટો મળવી જાેઈએ. જાે કે ભાજપ ની હિન્દુ-મુસ્લિમની રાજનીતિના કારણે સમજી વિચારીને ૧૦ બેઠકોની માંગણી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ ૭ ટિકિટ આપી રહ્યા છે ત્યારે આ વખતે ૧૦ ટિકિટની માંગણી કરી છે. ગુજરાતમાં ૧૦ ટકા વસ્તી છે અને ૧૮૨ બેઠક મુજબ ૧૮ ટિકિટ આપવી જાેઈએ પરંતુ ૧૦ જેટલી ટિકિટની માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં દલિત, પાટીદાર, ઠાકોર, આદિવાસી સહિતના સમાજાે વસ્તીના આધારે ટિકિટની માંગણી કરી રહ્યા છે ત્યારે લઘુમતી સમાજ માટે ગ્યાસુદ્દીન શેખે પણ ૧૦ ટિકિટની માંગણી કરી છે.. ૨૦૧૭માં કોંગ્રેસે ૭ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી, ત્યારે આ વખતે ૧૦ ઉમેદવારોની માંગણી થઈ રહી છે. જેમાં હાલના ૩ ધારાસભ્યોની દરિયાપુર, જમાલપુર-ખાડીયા અને વાંકાનેર. આ સિવાય ગોધરા, વાગરા, વેજલપુર, ધોળકા, સુરત પૂર્વ, જામનગર પૂર્વ અને કચ્છની માંડવી અથવા અબડાસા બેઠકની માંગ કરવામાં આવી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *