ગાંધીનગર
ગુજરાત રાજ્યમાં લોકોને જાને બાળ લગ્ન કાયદો અમલમાં હોય એવી ભાન ભૂલી જઈ ગુનો કરતા હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં દહેગામ સદગલપુરનાં સરપંચે પોતાના સગીર વયના પુત્રના લગ્ન ગોઠવી દીધા હતા. લગ્નની કંકોત્રીઓ વહેંચી લગ્નની તૈયારીઓ પણ મોટાભાગે પૂર્ણ થઈ ચૂકી હતી. જાેકે, ગાંધીનગર જિલ્લા સમાજ સુરક્ષા વિભાગને મળેલી ફરિયાદના આધારે કાર્યવાહી કરીને બાળ લગ્ન અટકાવી દેવામાં આવ્યા છે. ગાંધીનગરના દહેગામ તાલુકાના સગદલપુર ગામના મહિલા સરપંચ સમરથબેન ફતેહસિંહ ઠાકોરનાં દીકરાના લગ્ન હતા. આ મામલે એક જાગૃત નાગરિક દ્વારા સમાજ સુરક્ષા વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી કે, ગામના સરપંચના દીકરીના લગ્ન દહેગામનાં ધનીયોલ ગામે થવાના છે. સરપંચે વર્ષ ૨૦૨૧ની ચૂંટણી માટે ડિસેમ્બર મહિનામાં સોગંદનામામાં પોતાના પુત્રનું સ્કૂલનું એલસી સર્ટી મૂક્યું હતું. જેમાં તેમના પુત્રના ૨૧ વર્ષ પૂર્ણ થયા નહીં હોવાનું સ્પષ્ટ છે. તેમ છતાં સરપંચ પોતાના પુત્રના બાળ લગ્ન કરી રહ્યા છે. અને કંકોત્રીઓ પણ વહેંચી રહ્યા છે. બાદ લગ્ન યોજવાની બાબત મુદ્દે ફરિયાદ મળતા જ સમાજ સુરક્ષા અધિકારીએ એસ.આઈ. દેસાઈએ દસ્તાવેજી પુરાવાઓની ચકાસણી કરવામાં આવી હતી. જેમાં સરપંચનાં પુત્રની ઉમર ૧૯ વર્ષ ૯ મહિનાની હોવાનું બહાર આવ્યું હતું. આથી સરપંચને નોટિસ આપીને બાળ લગ્ન પ્રતિબંધિત ધારા હેઠળ કાનૂની કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી હતી. જેનાં પગલે સગદલપુરનાં સરપંચ સમરથબેન ફતેહસિંહ ઠાકોરને લેખિતમાં બાંહેધરી આપીને લગ્ન મોકૂફ રાખી દેવાની ફરજ પડી છે.
