Gujarat

દાંડી ખાતે ૭૩મા ગાંધી મેળો ૧૫ માર્ચ સુધી યોજાશે

નવસારી
દેશમાં ગાંધી વિચારને જીવંત રાખવા માટે અનેક કાર્યક્રમો અને પ્રવચનો યોજાય છે. ત્યારે દેશમાં ખાદી ગ્રામ ઉદ્યોગને બળ આપવા માટે ગાંધી વિચાર પ્રચાર મંચ દ્વારા ગાંધી મેળાનું આયોજન દાંડી ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ૧૨મીથી ૧૫મી માર્ચ સુધી આ મેળો યોજાશે, જેમાં રાજ્યના હસ્તકળા અને ખાદી વસ્ત્રોનું વેચાણ થશે. આ સમગ્ર કાર્યક્રમમાં ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધી ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ સુદર્શન આયંગરની આગેવાનીમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાંપ્રત સમયમાં નવી પેઢીને ગાંધી વિચારો સાથે સહમત કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજવાની હાકલ પણ કરવામાં આવી હતી. એમોઝોન ઇ-કોમર્સ કંપની જેવી રીતે પોતાની વ્યક્તિગત દુકાન વગર કરોડો ગ્રાહકો સુધી પહોંચ્યું છે. તેવી જ રીતે ખાદી ગ્રામ ઉદ્યોગ અને સ્વદેશી સામાન પણ ઈ-કોમર્સ થકી વેચાણ પામે તે સાંપ્રત સમયની માંગ છે. પહેલા ગામડામાં જતા પહેલા લાઈટને મળશે કે કેમ એનો વિચાર રહેતો હવેની પેઢીને નેટવર્ક મળશે કે કેમનો વિચાર આવે છે. ખાદી સરકારની સબસીડી પર આધાર રાખીને પાંગળી થઈ છે. ગાંધી પ્રેરીત આ ઉદ્યોગએ હવે નફો કરવાની જરૂર છે. કોઈપણ કાર્યક્રમમાં ગાંધીના ફોટો મુકવા એ પ્રથા થઈ ગઈ છે. ગાંધીને જીવવુ જાેઈએ તોજ કદાચ દેશનું ભલુ થશે. ગાંધી વિચારને વરેલા કેટલાક ગ્રાહકો આ ગાંધી મેળામાં ખરીદી કરવા આવ્યા હતા. તેઓ નિયમિત ખાદીના વસ્ત્રો પહેરવા સાથે સ્વદેશી હસ્તકલા અને ગૃહ ઉદ્યોગની વસ્તુઓનો નિયમિત ઉપયોગ કરતા હોવાનું જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *