અંબાજી
દાંતા તાલુકાના ધરેડા ગામમાં આવેલો કુદરતી ધોધ સજીવન થયો છે. ધરેડા ગામમાં ધોધ જીવિત થતા કુદરતી સૌંદર્યનો અદભૂત નજારો જાેવા મળી રહ્યો છે. અચાનક જ ધોધ જીવંત થઈ ઉઠતાં તેને જાેવા લોકો ઉમટી રહ્યા છે અને તેની મજા પણ માણી રહ્યા છે. અરવલ્લી ગિરિમાળાઓના વિસ્તારમાં આવેલા દાંતા તાલુકામાં હાલમાં સિઝનનો સારો વરસાદ વરસી રહ્યો છે. તો દાંતા તાલુકાના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદના લીધે પહાડો હરિયાળીથી ખીલી ઉઠ્યા છે. સાથે સાથે પહાડોમાં ભારે વરસાદ વરસતાં પહાડોથી પાણી વહેતા જાેવા મળી રહ્યા છે. દાંતા તાલુકામાં સતત થયેલા સારા વરસાદના લીધે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. દાંતા તાલુકામાં આવેલા પહાડી વિસ્તારોમાં ભારે વરસાદના લીધે પહાડોથી પાણી વહેતા જાેવા મળી રહ્યા છે.
