*દાંતા સ્ટેટ રાજવી પરિવાર ના પ્રરામવીરસિંહજી પરમાર સહિત મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા*
વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે દરેક પાર્ટીના ઉમેદવારો તળાવમાં તૈયારીમાં લાગી ગયા છે ત્યારે આજરોજ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લાધુભાઈ પારગી વહેલી સવારે તેમના સમર્થકોની સભા યોજી મોટી સંખ્યામાં તેમના સમર્થકો સાથે મામલતદાર કચેરી દાંતા ખાતે પહોંચી આવ્યા હતા અને વિજય મુરતમાં ભારતીય જનતા પાર્ટીના પ્રત્યાસી લાધુભાઈ પારગી સમર્થકો અને કાર્યકર્તાઓ સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું
લાધુભાઈ પારગી એ જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષથી કાંતિભાઈ ખરાડી ના કામોથી ના ખુશ પ્રજા મને જંગી બહુમતીથી વિજય બનાવશે અને ભાજપા ના શાસનમાં દાંતા વિધાનસભા 10 ઉપર વિકાસના કાર્યોને વેગ મળશે છેલ્લા દસ વર્ષથી દાંતા વિધાનસભા 10 ઉપર કોંગ્રેસનું શાસન ના કારણે કામો થયા નથી માટે આ વખતે મતદારો પરિવર્તન કરશે અને જંગી બહુમતીથી ભાજપા ના પ્રત્યાસીને વિજય બનાવશે.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


