વલસાડ
દેશના રાજકારણમાં તાજેતરમાં રાષ્ટ્રીય કક્ષાની રાજનીતિમાં બિહાર વિધાનસભામાં જેડીયુએ ભાજપ સાથે છેડો ફાડી આરજેડી સાથે સરકાર બનાવી સૌનેં ચોંકાવી દીધા હતા, પરંતુ દાનહની રાજનિતિમાં ઉલટી સ્થિતિ જાેવા મ?ળી રહી છે. દાનહ જિલ્લા પંચાયતના જેડીયુના ૧૭ સભ્યો પૈકી ૧૫ સભ્યોએ સામુહિક પક્ષ પલટો કરીને ભાજપમાં જાેડાયા છે. જેના કારણે દાદરા નગર હવેલીના જિલ્લા પંચાયતના કુલ ૨૦ સભ્યો પૈકી હવે ૧૮ સભ્યો સાથે ભાજપ સત્તામાં આવશે. દાદરા નગર હવેલીની જિલ્લા પંચાયતમાં જેડીયુએ સત્તા ગુમાવી પડી હતી. જ્યારે ભાજપે સત્તા પરિવર્તનનું વધુ એક મોટુ ઓપરેશન પાર પાડ્યું છે. દાદરા નગર હવેલીમાં ૨ વર્ષ પહેલા યોજાયેલી જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ૨૦ બેઠક પૈકી ૧૭ બેઠક જેડીયુના ઉમેદવારની પસંદગી કરી હતી જ્યારે માત્ર ૩ બેઠક ઉપર ભાજપના ઉમેદવારોને દાદરા નગર હવેલીના લોકોએ પસંદગી મૂકી હતી. ૨ વર્ષથી જિલ્લા પંચાયત વિસ્તારમાં લોકોના સુખાકારીના કામો ન થતા કેન્દ્રના જેડીયુના નેતાઓ સામે જિલ્લા પંચાયતના સભ્યોમાં ભારે નારાજગી જાેવા મળી હતી. દાનહમા ચાર દિવસથી રાજકીય હલચલ ચાલી રહી હતી. જેમા જેડીયુના જીલ્લા પંચાયત અને પાલિકાના સભ્યોને ભાજપામા જાેડવાની રાજનિતી ચાલી રહી હતી. દાનહ જીલ્લા પંચાયતની કુલ ૨૦ બેઠકો છે. જેમાથી ૩ જ સીટ ભાજપ પાસે હતી . બાકીની ૧૭ બેઠકો જેડીયુના સભ્યો હતાં. જેમાથી હાલમા જિલ્લા પંચાયતના ૧૫ સભ્યોએ ભાજપા સંગઠનને સમર્થન આપી જેડીયુમાંથી રાજીનામુ આપ્યુ છે. જેઓ દ્વારા દાનહ કલેક્ટરને લેખિત પત્ર પણ સોપવામા આવ્યો હતો. ત્યારબાદ અટલભવન સેલવાસ ખાતે ૧૫ સભ્યોને ભાજપ પ્રદેશ પ્રમુખ દિપેશ ટંડેલના હસ્તે ખેશ પહેરાવી ભાજપમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. હાલમા સેલવાસ નગરપાલિકામા ભાજપાની સત્તા છે અને હવે જીલ્લા પંચાયતના જેડીયુના ૧૫ સભ્યો સામેલ થતા જીલ્લા પંચાયતમા ભાજપ પાસે ૧૮ બેઠક થઈ હતી. જેને લઈને હવે દાદરા નગર હવેલીની જિલ્લા પંચાયત ખાતે ભગવો લહેરાશે. જેડીયુ પાર્ટીનો પ્રદેશમાથી અંત જેવી સ્થિતિ સર્જાઇ છે. જીલ્લા પંચાયત પ્રમુખ નિશા ભાવરે જણાવ્યુ કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમા સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસના મંત્ર પર અમને પુર્ણ વિશ્વાસ છે. મોદીની સરકાર દાનહના વિકાસના માટે દિવસ રાત સમર્પિત છે જેથી મોદીજીના નેતૃત્વમા કામ કરવાનો ફેંસલો અમે લીધો છે. ભાજપા પ્રદેશ અધ્યક્ષ દિપેશ ટંડેલે જણાવ્યુ કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના નેતૃત્વમા અમે પ્રદેશને ભાજપામય કરીશુ. કેન્દ્ર અને પ્રદેશ અને જીલ્લા પંચાયતમા વિકાસનુ ટ્રિપલ એન્જિન હવે દોડશે. સેલવાસ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના સભ્ય સુમનભાઈ પટેલે પણ ભાજપાનો ખેસ ધારણ કર્યો છે.આ અવસરે ભાજપા પ્રદેશ પ્રમુખ દિપેશ ટંડેલ, સ્ટેટ સેક્રેટરી વિજ્યા રાહટકર, સ્ટેટ જનરલ સેક્રેટરી વિવેક ધાડકર, પ્રદેશના પદાધિકારીઓ કાર્યકર્તાઓ જીલ્લા પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના નેતૃત્વમા સંયુક્ત જનતા દળે ભાજપાનો સાથ છોડી દીધો છે. ભ્રષ્ટઅને પરિવારવાદી પાર્ટી એવી રાષ્ટ્રીય જનતા પાર્ટીને (આરજેડી)સમર્થન આપ્યું છે. આ ર્નિણય વિરુદ્ધ દાનહ જીલ્લા પંચાયત સભ્યોએ જનતા દળને છોડવાનો ર્નિણય લીધો છે . જ્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમા અંત્યોદયના આધાર પર નવો આર્ત્મનિભર બની રહ્યુ છે, ત્યારે જનતા દળનો કેન્દ્રીય નેતૃત્વનો આ ફેંસલો જનતાદ્રોહી છે જનમતનો વિશ્વાસઘાત કરવાવાળો છે .જેના માટે અમે સંયુક્ત જનતા દળને છોડવાનો ર્નિણય લીધો છે. દાનહ જિ. પં.માં કુલ ૨૦ સભ્યોનો સમાવેશ થાય છે. જેમાં ૧૭ સભ્યો જેડીયુના અને ૩ સભ્યો ભાજપના છે. સોમવારે જેડીયુના ૧૫ સભ્યો વિધિવત ભાજપમાં જાેડાયા છે. હજુ બે જેડીયુના સભ્યોએ ભાજપમાં પ્રવેશવા અંગેનો ર્નિણય લીધો નથી. જાે કે ભાજપે જિ. પં.અને પાલિકામાં જેડીયુનો દબોદબો પુરી દીધો હોઇ તેવી સ્થિતિ ઉદભવી રહી છે.
