Gujarat

દાહોદના પદાધિકારીઓ ગુજરાત પંચાયત મહાસંમેલનમાં સામેલ થશે

વડોદરા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગુજરાત પંચાયત મહાસંમેલન અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાનારૂં છે. આ મહાસંમેલનમાં દાહોદ જિલ્લાના પદાધિકારીઓ પણ સામેલ થશે. ત્યારે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી તેમજ જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીએ શુભેચ્છા પાઠવીને તેમની ગાડીઓને ફલેગઓફ કરી રવાના કરી હતી. વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાનારા આ મહાસંમેલનમાં ‘‘આપણું ગામ, આપણું ગૌરવ’’ વિષય અંતર્ગત જિલ્લા અને તાલુકા પંચાયતના તમામ પ્રમુખો તેમજ સભ્યો તથા ગ્રામ પંચાયતના તમામ સરપંચો, સભ્યો સાથે વડાપ્રધાન સીધો સંવાદ કરશે. આ મહાસંમેલનમાં સહભાગી થવા જઈ રહેલા દાહોદનાં જિલ્લા અને તાલુકા પંચાયતના પ્રમુખો, સભ્યો તેમજ સરપંચોને કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી તેમજ જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારી સહિતના અધિકારીઓએ શુભેચ્છા પાઠવીને તેમની ગાડીઓને ફલેગઓફ કરી રવાના કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *