Gujarat

દાહોદમાં જીપ અને છકડાના અકસ્માતમાં ૧નું મોત

દાહોદ
દાહોદ તાલુકાના ખંગેલા ગામે એક ચાલક પોતાની જીપ પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી જતો હતો. તે સમયે તેણે ત્યાંથી પસાર થઈ રહેલા એક છકડાના ચાલકને અડફેટમાં લેતાં છકડાના ચાલકને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં તેનું મોત નીપજ્યું હતું. એક જીપ ગાડીનો ચાલક પુરઝડપે અને ગફલતભરી રીતે જીપ હંકારી ખંગેલા ગામેથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે ત્યાંથી છકડો લઈ પસાર થઈ રહેલા અજીતકુમાર નટવરલાલ ડાભી (રહે. ગારખાયા, મહાકાલેશ્વર વાળી ગલી, દાહોદ)ને અડફેટમાં લઈ જીપ ચાલક નાસી ગયો હતો. જેથી છકડા ચાલક અજીતભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. આ સંબંધે ગારખાયા, મહાકાલેશ્વર વાળી ગલી ખાતે રહેતાં નટવરલાલ લાલજીભાઈ ડાભીએ કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *