Gujarat

દાહોદમાં લગ્ન પ્રસંગમાં મોડી રાત્રે પોલીસે તપાસ કરી

દાહોદ
દાહોદ જિલ્લામાં ત્રીજી લહેરમાં પ્રથમ બે લહેરની માફક જ જિલ્લા મથક દાહોદમાં મહત્તમ કેસ નોંધાઇ રહ્યા છે. જાે કે આ વખતે દવાખાનાઓ ખાલીખમ છે અને મોટા ભાગના દર્દીઓ ઘરે જ સારવાર લઇ સ્વસ્થ થઇ રહ્યા છે. તેમાંયે અત્યાર સુધી મળેવા પોઝીટીવ કેસમાં મહત્તમ સંક્રમણ શહેર બહારથી આવનારાઓમાં જાેવા મળ્યુ છે.દાહોદ સહિત જિલ્લામાં લગ્નસરાની શરુઆત થઇ ચુકી છે ત્યારે આવા પ્રસંગોમાં કોરોનાના જાહેરનામાનો ભંગ ન થાય તેના માટે પોલીસ તંત્ર સક્રિયતા બતાવી રહ્યુ છે. જેના અનુસંધાને ગઈકાલે રવિવારે દાહોદમાં સ્ટેશન રોડ પર ઠક્કર ફળિયામાં લગ્ન પ્રસંગમાં પોલીસ અચાનક જ પહોંચી હતી. આતશબાજીનો અવાજ આવતાં જ રાત્રિના સમયે પોલીસે સ્થળ પર જઇને તપાસ હાથ ધરી હતી. તેમજ ડી.જે. છે કે નહી તે પણ ચકાસ્યું હતુ. નોંધનીય છે કે કોઇ પણ જાતના બળ પ્રયોગ વિના પ્રસંગના યજમાનો અને મહેમાનોને સમજાવવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસ અધિકારીઓએ અન્ય વિસ્તારોમાં પણ તપાસ હાથ ધરી હતી.દાહોદ જિલ્લામાં કોરોના કેસ વધી રહ્યા છે. જેમાં દાહોદ શહેર મોખરે છે, ત્યારે લગ્ન પ્રસંગોના મામલે પણ પોલીસ સક્રિય થઇ છે. શહેરમાં ગઈકાલે રવિવારે મોડી રાત્રે એક પ્રસંગમાં એકાએક જ પોલીસ મહેમાન બની હતી અને ઉપસ્થિતોને સમજાવવામાં આવ્યા હતા. એક તબક્કે પોલીસની એન્ટ્રીથી ઉપસ્થિત લોકોમાં આશ્ચર્ય પણ સર્જાયું હતું.

Surprise-spread-among-the-audience-as-the-police-became-guests.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *