અમદાવાદ
એક વર્ષ પહેલાં એએમસીના વિપક્ષના પદેથી દિનેશ શર્માએ રાજીનામું આપ્યું હતું. એ સમયે તેમણે કહ્યું હતું કે મેં પાર્ટીના હિતમાં સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે. કોઈના કહેવાથી રાજીનામું આપવા માટે હું બંધાયેલો નથી. પાર્ટી હાઈકમાન્ડે મને નેતા બનાવ્યો હતો અને તેના કહેવાથી હું રાજીનામું આપું શકું છું, જેથી મેં આ રાજીનામું આપ્યું છે. કોઈના દબાણમાં આવીને રાજીનામું નથી આપ્યું. તાજેતરમાં જ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ તેમણે ભાજપના પ્રદેશ અઘ્યક્ષ પાટીલની મુલાકાત કરી હતી. તેમણે પાટીલ સાથેની મુલાકાતનો ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. અગાઉ કોંગ્રેસના જુના જાેગીઓ હવે ભાજપનો ખેસ ધારણ કરી રહ્યાં છે.અમદાવાદના પૂર્વ વિપક્ષના નેતા દિનેશ શર્મા પણ ભાજપમાં જાેડાવા માટે વાજતે ગાજતે નીકળ્યાં છે. ભાટ નજીક નારાયણી ફાર્મથી રેલી સ્વરૂપે ૧૦૦થી વધુ ગાડીઓ અને ૫૦૦ જેટલા બાઇકો પર હજારો કાર્યકર્તાઓ સાથે દિનેશ શર્મા કમલમ ખાતે પહોચ્યાં છે. દિનેશ શર્માને ભાજપ પ્રમુખ પાટીલે ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. તે ઉપરાંત સાબરકાંઠા કોંગ્રેસ પૂર્વ મહામંત્રી નારણ પટેલને પણ ખેસ પહેરાવી સ્વાગત કરાયું હતું.અમદાવાદના બાપુનગર, સરસપુર અને રખિયાલ વોર્ડના યુથ કોંગ્રેસના નેતાઓ પણ ભાજપમાં જાેડાયાં છે. દિનેશ શર્માએ કહ્યું હતું કે ભાજપમાં જાેડાવાનો મને આનંદ અને ગર્વ છે. ગર્વ એટલે છે કે જે પાર્ટીમાં જાેડાઉ છું એ પાર્ટીના સારથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કુશળ રણનીતિકાર અમિત શાહ,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,અર્જુન સમાન પ્રદેશ અધ્યક્ષ સી. આર પાટીલ છે. આ પાર્ટી જે અશક્ય છે એ શક્ય કરી બતાવે છે. આ દેશમાં રામ મંદિર, સમાન અધિકાર અને ૩૭૦ કલમ હટશે જે કરી બતાવ્યું છે.આ એ પાર્ટી છે કે કયાં કાર્યકર્તાને ધમકાવતા નથી. સાથે ઉભા રહે છે. પાર્ટી સિસ્ટમથી ચાલે છે.કોંગ્રેસમાં સિસ્ટમ જ નથી.કોંગ્રેસ પાર્ટીમાં કેટલાક નેતાઓ અને મળતીયાઓ જે એસીમાં બેસી કરી કામ કરે એમના હિતમાં જ ર્નિણય લેવાય છે.કોંગ્રેસના રાહુલ ગાંધીને ૨૦-૨૫ કાર્યકર્તા જાેઈએ છે અને એ ભૂકંપ લાવી દેશે. પણ ભુકંપ આવે તો વિસર્જન થાય છે. જેથી હવે કોંગ્રેસનું વિસર્જન થશે.ભાજપ કાર્યાલય ખાતે સમર્થકોની ભીડ ઉમટતાં જમણવારમાં પડાપડી થઈ હતી. જમણવારમાં લાંબી લાઈનો લાગી હતી. રાજીનામું આપતાં પહેલાં દિનેશ શર્માએ જણાવ્યું કે, ‘હું દિનેશ શર્મા આજરોજથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રાથમિક સભ્ય પદના પરથી રાજીનામું આપુ છું. અને કોંગ્રેસ પક્ષની તમામ જવાબદારી પરથી મુક્ત થઈ રહ્યો છું. હું છેલ્લાં ઘણાં સમયથી કોંગ્રેસ પક્ષની કાર્ય પ્રણાલીથી અને નિર્ણાયક શક્તિના અભાવે થઈ રહેલ રાજકીય નુકસાનને હવે સ્વમાનના ભોગે સહન કરી શકું તેમ નથી. હું અનેકવાર પક્ષને કુંભકર્ણ નિંદ્રામાંથી જગાડવા અને પક્ષના સંગઠનને મજબૂત કરવા ત્વરિત ર્નિણય શક્તિ બતાવવા માટે પક્ષને અનેક સકારાત્મક સૂચનો કરતો આવેલ છું. છતાં પણ પરિણામ શૂન્ય જ રહેતા આજે છેલ્લા વિકલ્પ તરીકે કોંગ્રેસ પક્ષને અલવિદા કહેવું જ યોગ્ય માનીને નવી દિશા અને માર્ગે આગળ વધી રહ્યો છું.’ દિનેશભાઈ ચાર અલગ અલગ વોર્ડમાંથી ચૂંટાયા છે. તેમની સાથે બે હજારથી વધુ કાર્યકર્તાઓ જાેડાયાં છે. કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી ગુજરાતમાં હતા ત્યારે જે જાય તેને જવા દો અને ભાજપમાં જનારાન કૌરવો ગણાવ્યા હતાં.એમને નેતાઓ અને આગેવાનોમાં વિશ્વાસ નથી.૨૫ કાર્યકર્તાની જરૂર છે ત્યારે એમ લાગે છે કાર્યકર્તાઓની પણ અછત છે.


