હાર્દિક કાનાબાર પ્રાચી
પ્રાચી…
આજ રોજ દિલ્લી ના મુખ્ય મંત્રી અને આપ પાર્ટી ના નેતા અરવિંદ કેજરીવાલે સોમનાથ મહાદેવ ને શિષ ઝુકાવી ધ્વજા ચડાવી હતી ગુજરાત વિધાન સભા નો ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ ગુજરાત ના રાજકારણ માં ગરમાવો આવતો જાય છે, દેશભરના નેતાઓ ગુજરાત ની મુલાકાતે આવે છે, ત્યારે દિલ્લી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાત ની મુલાકાતે છે, અને ગત રાત્રે સોમનાથ ખાનગી હોટેલ માં રોકાણ કર્યા બાદ સવારે 10 કલાકે સોમનાથ મહાદેવ ને શિષ જુકાવવા પહોંચ્યા હતા. સોમનાથ મહાદેવ ને શિષ ઝુકાવી ધ્વજા ચડાવ્યા બાદ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, સોમનાથ મહાદેવ ના દર્શન માટે આવ્યો છું રાજનીતિ મામલે હું અહીંયા નહિ બોલું!. રાજકીય મુદ્દે વાત કરવા માટે આખો દિવસ પડ્યો છે, અને હાલ માત્ર દાદા ના દર્શન કરી દાદા ને પ્રાથના કરી છે કે દેશ પ્રગતિ કરે. ત્યાર બાદ બોટાદ લઠ્ઠા કાંડ મામલે દુઃખ વ્યક્ત કરતા કહયું કે તમામ મૃતકો ના આત્મા ને ભગવાન શાંતિ આપે. બીજી તરફ આગામી વિધાન સભા ની ચૂંટણી પહેલા ગુજરાત માં મુખ્ય મંત્રીના સહેરા ને લઈ પૂછવા માં આવતા સમય આવતા બતાવીશું. દિલ્હી ના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, સોમનાથ મહાદેવ ના દર્શન ધ્વજા પૂજા તથા સોમેશ્વર મહાપૂજન કરી ધન્ય બન્યા હતા સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા એ તેઓ ને સ્મૃતિભેટ આપી સ્વાગત સન્માન કરેલ હતું તેઓ એ યાત્રિ પ્રતિભાવ બુક માં પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યુ હતુ કે સોમનાથ મંદિર માં આવી બહું શાંતિ મળે છે, દેશ ની તરક્કી અને શાંતિ માટે પ્રાર્થના કરી હતી. શ્રી સોમનાથ મેનેજમેન્ટ નો વ્યવસ્થા અને સન્માન બદલ આભાર વ્યક્ત કર્યો હતો જયારે અરવિંદ કેજરીવાલ સાથે ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને પ્રવીણ રામ સોમનાથ મહાદેવના દર્શન કરી ભાવનગર અને રાજકોટ જવા રવાના થયા હતા…

