Gujarat

    દિલ્હી અને પંજાબ બાદ હવે આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પગ જમાવવાના પ્રયાસ શરૂ કર્યા છે ,અને તેના ભાગ રૂપે ગુજરાત ભરમાં આમ આદમી પાર્ટીએ તિરંગા યાત્રા નું આયોજન કર્યું છે,,

ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે તિરંગા યાત્રા નું  આયોજન કર્યું હતું અને આપ ના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રો.અર્જુન રાઠવાની અધ્યક્ષતામાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી,રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ મોટી સંખ્યામાં હાથમાં તિરંગો લહેરાવતા જોવા મળ્યા હતા,યાત્રા બોડેલી હાઇવે ઉપર થઈ નગરના માર્ગો ઉપર ફરી હતી  ત્યારે આ તિરંગા યાત્રા માં આપ પાર્ટી ના પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રો અર્જુનભાઈ રાઠવા એ જણાવેલ હતું,કે ગુજરાતની પ્રજા પણ હવે આમ આદમી પાર્ટીની સરકાર ઈચ્છી રહી છે,અને દિલ્હી ની જેમ વીજળી ,પાણી,શિક્ષા અને સ્વાસ્થ્ય ની સુવિધાઓ ગુજરાત ની જનતાને પણ મળે તેવું જો જનતા ઇચ્છતી હોય તો આમ આદમી પાર્ટીને લાવે તેવું ગુજરાતની જનતાને  નિવેદન કરવામાં આવ્યું હતું અને ત્યારે આ તિરંગા યાત્રા દરેક વિધાનસભા વિસ્તારમાં અને દરેક શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રા કાળી રહી છે, અને ગુજરાતમાં પરિવર્તન થવાનું છે, 2022 ની ચૂંટણીમાં ગુજરાતમાં અને છોટાઉદેપુર જિલ્લામાં પરિવર્તન થવાનું છે, આ પરિવર્તનમાં લોકોનો વિશ્વાસ વધે લોકો એના માટે કટિબંધ થાય અને કામ શરૂ કરે એના માટે આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રા નું આયોજન કરેલ હતું, આ તિરંગા યાત્રા માં ઉપસ્થિત છોટાઉદેપુર જીલ્લા આમ આદમી પાર્ટી પ્રમુખ DN રાજપુત તેમજ છોટાઉદેપુર જિલ્લાના આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં  ઉપસ્થિત રહ્યા હતા
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220329-WA0072.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *