જામનગર
હારીજ તાલકુાના વાંસા ગામની સીમમાં ખેડુતો દ્વારા વાવેતર કરવામાં આવેલા દિવેલાના પાકમાં અગાઉ ઘોડીયા ઇયળોના ઉપદ્રવ જાેવા મળ્યો હતો. ત્યારે હવે ફરી તાલુકાના વાંસા ગામની સીમમાં કેટલાક ખેતરોમાં દિવેલાના પાકમાં કાતરા નામની ઇયળોનો ઉપદ્રવ જાેવા મળ્યો છે. આ અંગે ખેડૂત રાયચંદભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, દિવેલાના પાકમાં કપરા નામની ઇયળોનો આવી જાે પાકના પત્તા ખાઇ જતી હોય પાકનો વિકાસ અટકી જાય છે અને તેના કારણે ઉત્પાદન પર અસર પડી શકે છે. આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઇ પટેલે જણાવ્યુ હતુ કો, હારીજ તાલુકાના કેટલાક ભાગમાં દિવેલાના પાકમાં ઘોડીયા ઇયળનો ઉપદ્રવ જાેવા મળ્યો છે. ભેજવાળા વાતાવરણને કારણે ઇયળોનો ઉપદ્રવ જાેવા મળ્યો છે. ખેડુતોએ જરુરી દવાનો છંટકાવ કરવો જાેઇએ.
