સમાજિક ન્યાય અધિકારીતા મંત્રાલય ભારત સરકાર ના નેજા હેઠળ સમેકિત ક્ષેત્રીય કૌશલ્ય વિકાસ પુનર્વાસ અને દિવ્યાંગજન સશક્તિકરણ કેન્દ્ર ,અમદાવાદ અને રાષ્ટ્રીય અંધજન મંડળ છોટાઉદેપુર જિલ્લા શાખા ના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુર અંધજન મંડળ ની જિલ્લા શાખા ખાતે એડીપ યોજના અંતર્ગત સાધન સહાય વિતરણ કરવાની સાથે ખેલ મહાકુંભ 2022 મા રાજ્ય કક્ષાએ ઉત્કૃષ્ટ દેખાવ કરનાર દિવ્યાંગ ખેલાડીઓને જિલ્લા કલેકટર ના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા,જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ સાથે આ શિબિરમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ભાર્ગવીબેન નિનામાં સહિત કંપોઝિટ રિજનલ સેન્ટર ,અમદાવાદ અને રાષ્ટ્રીય અંધજન મંડળના હોદ્દેદારો હાજર રહયા હતા,જાન્યુઆરીમાં શિબિર યોજી સર્વે કર્યા બાદ જરૂરિયાતમંદ એવા 15 દિવ્યાંગજનોને ટ્રાઇસિકલ,5 વહીલચેર ,અભ્યાસ માટે 15 TLM કીટ અને બગલઘોડી જેવા સાધનોનું લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું, સરકારની એડીપ યોજના અંતર્ગત વહીલચેર અને ટ્રાઇસિકલ મેળવનાર લાભાર્થીઓએ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર