Gujarat

દુકાન માંથી દવા લેતાં કોરોનાના શંકાસ્પદ દર્દીઓનો ડેટા એપ્લિકેશન પર અપલોડ થશે, દુકાનદારોને જિલ્લા કલેક્ટરના આદેશો

ગાંધીનગર
રાજ્ય ના પાટનગર ગાંધીનગરમાં વધતાં જતાં કોરોના સંક્રમણને પગલે મેડિકલ સ્ટોર્સમાંથી બારોબાર દવા લઈ લેતા કોવિડનાં શંકાસ્પદ દર્દીઓનો ડેટા એડવાન્સ કોવિડ સિન્ડ્રોમિક સર્વેલન્સ એપ્લિકેશન પર દરરોજ અપલોડ કરવા માટે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડીને આદેશો આપ્યા છે. જેનાં માટે દરેક મેડિકલ ધારક એપ્લિકેશન ડાઉનલોડ કરીને રોજેરોજનો ડેટા અપલોડ નહીં કરે તો કાનૂની પગલાં પણ ભરવામાં આવશે. ગાંધીનગરમાં કોરોનાની પ્રથમ અને બીજી લહેર દરમિયાન હોસ્પિટલમાં વેઇટિંગ તેમજ સમયસર સારવાર નહીં મળવાના કારણે ઘણા શંકાસ્પદ દર્દીઓ બારોબાર મેડિકલ સ્ટોર્સમાંથી કોવિડની દવા ખરીદી લેતા હતા. જેનાં કારણે વહીવટી તંત્ર પાસે શંકાસ્પદ દર્દીઓનો ચોક્કસ આંકડો મળતો ન હતો. જેનાં પગલે અગાઉ પણ મેડિકલ સ્ટોર્સ ધારકોને શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓ દવાની ખરીદી કરે તો ડેટા રાખવાની સૂચનાઓ અપાઈ હતી. હવે જ્યારે કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ચૂકી છે, ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વખતે કોઈ કચાશ રહી ન જાય તે માટે ફરીવાર મેડિકલ સ્ટોર્સ ધારકોને આદેશો આપી દેવાયા છે. જેનાં માટે કલેક્ટર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. હાલમાં પણ ઘણા લોકો બારોબાર ટેસ્ટિંગની જગ્યાએ બારોબાર દવા ખરીદીને સારવાર મેળવી રહ્યા છે. જેનાં પગલે આવા દર્દીઓનું સમયસર ટેસ્ટિંગ અને ટ્રેસિંગ કરી સંપર્કમાં આવેલા લોકોને કોરોન્ટઈન કરી શંકાસ્પદ દર્દીઓને સઘન સારવાર આપવા માટે મેડિકલ સ્ટોર્સને કોવિડ સિન્ડ્રોમિક સર્વેલન્સ એપ્લિકેશન ડાઉનલોડ કરી રજિસ્ટ્રેશન કરવા જણાવાયું છે. જે ડેટા સંબંધિત આરોગ્ય કેન્દ્ર પણ જાેઈ શકશે અને નામ નંબર અને સરનામાંના આધારે આરોગ્યની ટીમ તુરંત એક્શન લઈને શંકાસ્પદ દર્દીને કોવિડ ટેસ્ટ કરી તેની સંપર્કમાં આવેલા લોકોને કોરોન્ટઈન કરાવી તે ડેટા આરોગ્ય તંત્રને મોકલી આપશે. આ અંગે મેડિકલ સ્ટોર્સનાં હિરેનભાઈ મોદીએ જણાવ્યું હતું કે અમે જાહેરનામાં મુજબની એપ્લિકેશન ડાઉનલોડ કરીને રજિસ્ટ્રેશન કરાવી દીધું છે. જે કોઈ શંકાસ્પદ દર્દી એટલે કે શરદી ખાંસી તેમજ તાવની દવા લેવા આવે તેવા લોકોનાં નામ સરનામા તેમજ ફોન નંબર પણ અપલોડ કરવા માટે રજિસ્ટર મેઈન્ટેન કરવાના છીએ.વધુમાં તેમણે જણાવ્યું હતું કે, હાલની સ્થિતિને જાેતાં માસ્ક અને સેનિટાઈઝરનો પૂરતો જથ્થો પણ ઉપલબ્ધ કરી લીધો છે. સરકાર જે પ્રકારે આદેશો જાહેર કરશે એ મુજબ અમે દવા વિતરણ કરવા માટે તૈયાર છીએ.

Medical-stores.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *