મહેસાણા
મહેસાણા જિલ્લો રાજકીય લેબોરેટરી તરીકે ઓળખાતો જિલ્લો છે. જ્યાં છેલ્લા કેટલાક સમયથી રાજકારણમાં ગરમા ગરમી જાેવા મળી રહી છે. દૂધસાગર ડેરીના રાજકારણમાં ગરમાવના પગલે મહેસાણા દૂધ સાગર દૂધ ઉત્પાદક હિત રક્ષક સમિતિ અને ચૌધરી સમાજ દ્વારા ઋષિકેશ પટેલ અને ડેરીના ચેરમેન અશોક ચૌધરીનો પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ઋષિકેશ પટેલના રાજીનામાની વિપુલ ચૌધરી દ્વારા વાવણી અને દૂધ સાગર ડેરીમાં થયેલા ગત ભ્રષ્ટાચારનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો. તેમજ સન્માન સમારોહમાં સી.આર.પાટીલની અધ્યક્ષતામાં કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપમાં જાેડાયા હતા. દૂધસાગર ડેરીમાં ભ્રષ્ટાચારના આરોપ મુદ્દે ઋષિકેષ પટેલે વળતો જવાબ આપ્યો અને દાવો કર્યો હતો કે, જાે ભ્રષ્ટાચારની વાતમાં એક ટકો પણ તથ્ય હોયતો હું રાજકારણ છોડવા તૈયાર છું. સાથે જ કટાક્ષ કર્યો કે જેમના ઘર કાચના હોય તેમણે સિમેન્ટના મકાન પર પથ્થર ન મારવા જાેઈએ. તો બીજી તરફ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પણ વિપુલ ચૌધરી પર કટાક્ષ કર્યા હતા અને લોકોને ખોટી વાતોમાં ન આવવા કહ્યું હતું. દૂધસાગર ડેરીની સ્થિતિ હતી એ સૌ જાણે છે. ચૂંટણીમાં કહેવાતા માધાતાઓને અશોકભાઈએ હલાવી દીધા. ઋષિકેશ ભાઈ અને રમણભાઈ જાેડાયા અને સૌના સાથ સહકારથી ચૂંટણી જીત્યા. હું સૌને દિલથી અભિનંદ આપું છું. દૂધસાગર ડેરી પણ હવે બનાસ જેટલો ભાવ આપે છે. ડેરીમાં ૨૦૦ કરોડ નફો કર્યો છે. ૧૦૦૦ કરોડનું ટર્ન ઓવર વધ્યું છે.વિસનગરમાં દૂધ ઉત્પાદક હિતરક્ષક સમિતિ અને સમસ્ત વિસનગર તાલુકા ચૌધરી સમાજના નેજા હેઠળ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલા સન્માન સમારોહમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે, જેમના ઘર કાચના હોય તેમણે સિમેન્ટના મકાન પર પથ્થર ન મારવા જાેઈએ.