Gujarat

દુષ્કર્મ કરી ન્યુડ વિડીયો વાયરલ કરનાર આરોપીને પોલીસે રાજકોટથી પકડી પાડ્યો

રાજકોટ
અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદ પોલીસ મથક વિસ્તારમાં યુવતી સાથે દુષ્કર્મ આચરી યુવતીનો ન્યુડ વીડિયો ઉતારી વાયરલ કરનાર આરોપી સુનીલ વિનુ પરમાર (ઉ.વ.૩૫) જસદણના કડુકા ગામના પાટીયા પાસે હોવાની બાતમીના આધારે રાજકોટ રૂરલ એલસીબી અજયસિંહ ગોહિલના માર્ગદર્શનમાં પીએસઆઇ એસ.જે.રાણા અને ટીમે દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પકડાયેલ આરોપી સુનીલ વિવેકાનંદ પોલીસ મથકના દુષ્કર્મ અને આઇટી એકટના ગુનામાં વોન્ટેડ હતો જેને પકડી પાડી રાજકોટ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.. પોલીસ તપાસમાં આરોપીએ અમદાવાદની યુવતીને લગ્નની લાલચ આપી તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેનો ન્યુડ વિડીયો વાયરલ કર્યો હોવાની કબૂલાત આપી હતી જેના આધારે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.અમદાવાદ ગ્રામ્યના વિવેકાનંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી યુવતી સાથે દુષ્કર્મ આચરી બાદમાં તેનો ન્યૂડ વીડિયો ઉતારી વાયરલ કરવા મામલે રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસે આરોપી સુનિલ પરમારની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

The-girls-sister-downloaded-the-video-sending-it-to-her-ex-boyfriend-went-viral.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *