Gujarat

દુષ્કર્મનો આરોપી જામીન પર બહાર આવ્યા બાદ ફરી દુષ્કર્મ આચર્યું

નડિયાદ
મહેમદાવાદ તાલુકાના વાંઠવાડી તાબેના નાગરપુરામાં રહેતા અને દારૂના બુટલેગરે વધુ એક વખત પોતાની દીકરી પર કુકર્મ આચર્યું છે. આરોપીએ અગાઉ પણ પોતાની દીકરીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. જે મામલે આરોપીને સજા પડી હતી. તે પોતે સજા ભોગવતો હતો અને તાજેતરમા પોતાના પુત્રના લગ્ન હોય હાઇકોર્ટમાં વચગાળાના જામીન પર છૂટ્યો હતો. ભોગ બનનારના ભાઈના લગ્ન હોવાથી સાસરેથી પિયરમાં આવેલી ૨૨ વર્ષિય યુવતી પોતાના પિતાની હવસનો શિકાર બની છે. ઉલ્લેખનીય છે કે, બે મહિના અગાઉ દીકરીના લગ્ન થયા હતા અને આ બાદ આરોપીએ દીકરીને જણાવ્યું હતું કે, તે અગાઉ મારી સાથે સંબંધ બાંધ્યા છે, તેથી તારે અત્યારે મારી સાથે સંબંધ બાંધવા પડશે. નહીં તો તારા પતિને જાનથી મારી નાખીશ. તેમ કહી ગત ૨૩મી મેના બળાત્કાર ગુજાર્યો હતો. આ સમગ્ર મામલે ભોગ બનનાર દીકરીએ પોતાના પિતાની કરતૂત સામે મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. હાલમાં તેની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે. આરોપીને રાઉન્ડઅપ કર્યો છે. તેનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો છે. જે કોવિડ રીપોર્ટ આવ્યા બાદ તેની અટકાયત કરવામાં આવશે.ખેડા જિલ્લામાં વધુ એક વખત સમાજને કલંકિત કરતો બળાત્કારનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પિતાએ જ પોતાની ૨૨ વર્ષીય દીકરી પર શારીરિક અત્યાચાર ગુજાર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. સતત બીજી વખત પિતાએ પોતાની હવસનો શિકાર પોતાની દીકરીને બનાવી છે. આ ચકચારી બળાત્કારના કેસમાં મહેમદાવાદ પોલીસે ફરિયાદના આધારે આરોપીની અટકાયત કરી કોવિડના નિયમ મુજબ તેનો રિપોર્ટ કઢાવવાની કામગીરી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *