Gujarat

 દૂધ ઉત્પાદક મંડળી ફરી શરુ કરવા બહાલી અપાઇ  

પાવી-જેતપુર તાલુકાની વસંતગઢ દૂધ ઉત્પાદક સહકારી મંડળી 2019થી ફડચામાં જતા બંધ કરવાનો અંતિમ હુકમ આપેલો હતો. ત્યારબાદ આ મંડળી સતત સ્થગિત થયેલ હતી. જે સભાસદોના પ્રયાસથી તેના પેટા નિયમો મુજબ કામગીરી કરવા અંગેના ઠરાવો કરવામાં આવ્યા હતા. મંડળીનો તમામ કાર્યભાર સંભાળવા માટે અને એડહોક કમિટીની રચના કરવા ભલામણ કરવામાં આવેલ હતી. આ ભલામણને ધ્યાનમાં લેતા સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટ્રારની અધ્યક્ષતામાં મળેલી સભાસદોની સાધારણ સભામાં સર્વાનુમતે અહીંની સહકારી મંડળીને પુનઃ જીવિત કરવા માટે ઠરાવેલ હોય મંડળીના ઉદ્દેશો મુજબ ની કામગીરી કરવા ખાતરી આપતા જિલ્લા રજિસ્ટ્રારે પુનઃજીવિત કરવાનો હુકમ કરેલ છે. સરકારશ્રી દ્વારા લાભ મળે અને સભાસદોને પૂરક રોજગારી મળે તેવા આશય સાથે મંડળીને ફરી શરુ કરવા માટેની બહાલી આપવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ મંડળી ૨૦૦૨ થી નોંધાયેલ હતી અને જેને ૨૫/૦૬/૨૦૧૯ના જા.ન. ફડચ/૦૧/ગ-/૭૨/૨૦૧૯થી ફડચામાં જવા અંગેનો હુકમ થયો હતો. ત્યાર બાદ આમુખ ૪-૫ ની જોગવાઈને ધ્યાને લઈ મંડળીના કાયદાની કલમ-૧૯ અન્વયે ફરી શરુ કરવાનો હુકમ કરવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *