પર્યાવરણનું જતનકરવા,જનજાગૃતિ વિશે માર્ગદર્શન અને સફાઈ કરી…સૈયદરાજપરા બંદરના યુવાસરપંચને ઇન્સ્ટ્રક્ટર તરીકનું સર્ટીફીકેટ એનાયત કરી સન્માન કરાયું..
ઉનાના દેલવાડા નજીક ગુપ્ત પ્રયાગથી સોમનાથ સુધીની રાજ્ય કક્ષાના વન પરિભ્રમણ કાર્યક્રમમાં 70 કેટલા છાત્રોએ ભાગ લીધો જેમાં પર્યાવરણનું જતનકરવા, જનજાગૃતિ વિશે માર્ગદર્શન અને સફાઈ કરી વન પરિભ્રમણ કરવામાં આવ્યું હતું. જેમાં સૈયદરાજપરા દરાજપરા બંદરના યુવા સરપંચને ઇન્સ્ટ્રક્ટર તરીકનું સર્ટીફીકેટ એનાયત કરી સન્માન કરાયું હતું.
રાજ્ય કક્ષાના વન પરિભ્રમણ કાર્યક્રમમાં ગુપ્ત પ્રયાગથી સોમનાથ સુધી જિલ્લાના પ્રથમ ઉનાના દેલવાડા નજીક આવેલ ગુપ્ત પ્રયાગ થી શાણાવાકિયા, તુલસીશ્યામ, દ્રોણેશ્વર, ટપકેશ્વર, જગતિયા, જામવાળા, ગીર તાલાળા નરસી તેમજ સોમનાથ સુધીની દશ દિવસ વન વિસ્તારોમા પરિભ્રમણ કરી તમામ સ્થળો પર જઈ પર્યાવરણનું જતન કરવું, વન્યજીવો માટે અને જનજાગૃતિ વિશેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ સફાઈ કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. આમ રાજ્ય કક્ષાના વન પરિભ્રમણમાં 70 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ યુવાનોએ ભાગ લીધો હતો. આ વન પરિભ્રમણ કાર્યક્રમમાં ઉનાના સૈયદ રાજપરા બંદર ગામના યુવા સરપંચ ભરતકુમાર વાઘજીભાઈ કામળિયાને ઇન્સ્પેક્ટર તરીકે સારી કામગીરી બદલ જીલ્લા યુવા વિકાસ અધિકારી ગીર સોમનાથ દ્વારા ઇન્સ્ટ્રક્ટર તરીકનું સર્ટીફીકેટ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.


