Gujarat

દેલવાડામાં આખલાએ વૃદ્ધ પર હુમલો કરી દેતા ઇજા થઇ

ઊના – ઊનાના દેલવાડા – દીવ રોડ પર આવેલ ગોદરાની પાસે વૃદ્ધ હુસેનમિયા અ.રેમાનમિયા બહારુની ચાલીને પોતાના ઘરે જતાં હતાં. ત્યાં આખલો પાછળથી આવી અચાનક વૃધ્ધ પર હુમલો કરી દેતા હુસેનમીયાને માથાના ભાગે ઇજા પહોચતા લોહી લુહાણ હાલતમાં દેલવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે ઉના ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવેલ છે. છેલ્લા 6 માસમાં આખલાઓએ અસંખ્ય લોકો પર હુમલાઓ તેમજ યુધ્ધ થતા હોય ત્યારે ભારે નુકસાન કરતા હોય છે. આથી લોકોએ અવારનવાર તંત્રને રજુઆત કરવા છતાં કોઇ કાર્યવાહી કરેલ નથી. ત્યારે તંત્ર પણ ઘોર નિંદ્રામાં હોય તેવો ઘાટ સર્જાયેલ છે.

-આખલા-એ-વૃદ્ધ-ને-હડફેટે-લેતા-ઘાયલ-થયા.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *