Gujarat

દેવરાજનગરની નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થિનીઓએ લોકભારતી કેન્દ્ર સણોસરાની મુલાકાત લીધી

ભાવનગર
ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે બી.એ. વિભાગની વિદ્યાર્થિનીઓએ સણોસરા ખાતે આવેલી લોકભારતી સંસ્થાની મુલાકાત લીધી હતી નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે અભ્યાસની સાથે વિવિધ કંપનીઓનું મેનેજમેન્ટ કઈ રીતે ચાલે છે તે પ્રેક્ટીકલી જાેવા માટે વર્ષ દરમિયાન વિવિધ ફેકલ્ટીની વિદ્યાર્થિનીઓ માટે ગુજરાતની ખ્યાતનામ કંપનીઓ, દૂધ ડેરીઓ, મંડળીઓ, વિવિધ આશ્રમ, સહકારી સંસ્થા તેમજ અન્ય વિવિધ જગ્યાની મુલાકાત લેવામાં આવે છે. તેના ભાગરૂપે નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે બી.એ. વિભાગની વિદ્યાર્થિનીઓએ સણોસરા ખાતે આવેલી લોકભારતી સંસ્થાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થિનીઓએ લોકભારતીની શિક્ષણ પદ્ધતિ, સંસ્થાના વિચારો, સંસ્થાની લાયબ્રેરી અને સંસ્થા દ્વારા અભ્યાસના ભાગરૂપે પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરાય છે તેની વિસ્તૃત માહિતી મેળવી હતી.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *