Gujarat

દેશ માં અને રાજ્ય માં ભાજપ સરકાર ની અણધડ આવડત ને લીધે  બેરોજગારી , મોંઘવારી , ભ્રષ્ટાચાર ની વિકરાળ સમસ્યા ઉભી થઇ છે

ગિરગઢડા
 ભરત ગંગદેવ.
દેશ માં અને રાજ્ય માં ભાજપ સરકાર ની અણધડ આવડત ને લીધે  બેરોજગારી , મોંઘવારી , ભ્રષ્ટાચાર ની વિકરાળ સમસ્યા ઉભી થઇ છે , શાળાઓમાં ઓરડાની ઘટ્ટ ,શિક્ષકો ની ઘટ્ટ , ગ્રામ પંચાયતો માં તલાટી ની ઘટ્ટ ,તાલુકા જીલ્લા અને રાજ્ય ની તમામ કચેરીઓ માં જગ્યાઓ ખાલી…. નવી કાયમી જગ્યા ભરવાને બદલે કોન્ટ્રાક્ટ પદ્ધતિ થી ભરતી કરી ને યુવાનો નું શોષણ કરવામાં આવે છે….. ત્યારે ઉના ગીરગઢડા તાલુકા/શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદન આપી સરકાર ની આંખ ઉધડવાનો પ્રયત્ન કરેલ…..
દેશ ની સરહદ પર ફરજ બજાવતા સૈનિકો ની પણ કોન્ટ્રાક્ટ પદ્ધતિ થી ભરતી કરી ને સરકાર શું સાબિત કરવા માંગે છે…??. આજ નો યુવાન ચાર – પાંચ વર્ષ થી મહેનત કરતો હોય છે અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ થી ભરતી કરવાના સમાચાર સાંભળી દેશ ના લાખો યુવાનો રસ્તા પર આવ્યા…. ઘણા યુવાનો એ અંતિમ પગલું ભરી ને આત્મ હત્યા પણ કરી છતાં આ બહેરી સરકાર ના પેટ નું પાણી પણ હલતું નથી….. કોરોના ના લીધે ૨ વર્ષ થી ભરતી કરવાનું ટાળવામાં આવ્યું… પરંતુ ચૂંટણી તમામ કરવામાં આવી…. ભાજપ સરકાર ની નબળી નીતિઓ , નબળી વિચારધારા ને લીધે આજ દેશનો યુવા બેરોજગાર હેરાન પરેશાન છે ,
ખેડૂતો ને પૂરતા ભાવો ના મળવા ,દવા – બિયારણ ,ખાતર મોંઘા કરવામાં આવ્યા , વાવાઝોડા ના લીધે નુકશાન .. પરંતુ આ સરકાર ને તો તાયફા માં જ રસ છે… પણ હવે દેશ ના ખેડૂતો નહિ ભૂલે….. પ્રધાનમંત્રી ની સભા માં વોટર પ્રૂફ ડોમ બની શકે પણ આ દેશ ના ખેડૂતો ના અનાજ ને ઢાંકવા યાર્ડ માં શેડ નથી બની શકતા…..
બહેનો ને ધુમાડા બંધ કરવાનું વચન વાયદા આપ્યા …. ગેસ માં લાભ લાલચ આપી…. અને જે ૩૫૦ નો ગેસ નો બોટલ આવતો તે ૧૦૦૦ ને પાર પહોંચાડયો…. શું આ તમારી નીતિ છે….
મગફળી નો ભાવ એક વાર ૨૫-૩૦૦૦૦ પહોંચ્યો તેલ નો ડબ્બો ૩૦૦૦ પહોંચ્યો…. મગફળી નો ભાવ ફરીવાર ૨૦૦૦૦ જાય તો તેલ ના ડબ્બા ના ભાવ કેમ નથી ઘટ્ટતા… કારણ આ સરકાર ઉદ્યોગપતિ ની સરકાર છે…
ગામડાઓ માં બસ ના ઠેકાણા ના હોય , મુસાફરો હેરાન થાય પણ મોદીજી ની સભા માં તો ૩૦૦૦ બસ જોઈએ…. શું આ તમારી સરકાર નીતિ છે….
ખુબ ખુબ અભિનંદન ધારાસભ્ય  પુંજાભાઈ વંશ અને ઉના ગીરગઢડા તાલુકા /શહેર કોંગ્રેસ સમિતિ ના હોદેદારો , કાર્યકરો ,આગેવાનો ને જે હર હમેશ દરેક સમસ્યા માટે નીડરતા થી પ્રજા ના પ્રાણ પ્રશ્નો ને આંધળી બહેરી સરકાર સુધી પહોચાડે છે

IMG-20220627-WA0282.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *