Gujarat

દેશમાં વધી રહેલા પેટ્રોલ ડીઝલ,ગેસ અને તેલના ભાવ સાથે જે રીતે મોંઘવારી વધી રહી છે 

તેનો વિરોધ કરી જનતાને જાગૃત કરવાના કોંગ્રેસના દેશવ્યાપી આંદોલનના ભાગ રૂપે આજે રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તાર એવા છોટાઉદેપુર જિલ્લામાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ,છોટાઉદેપુર નગરના આંબેડકર ચોકમાં આજે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ નારણ રાઠવા ,કોંગી યુવા નેતા અને  નગરપાલિકા પ્રમુખ સંગ્રામ રાઠવા સહિત કોંગી કાર્યકરોએ હાથમાં ગેસ સિલિન્ડર અને તેલનો ડબ્બો ઊંચકી મોંઘવારી દૂર કરવાના સૂત્રોચ્ચાર સાથે ભાજપ સરકાર ઉપર પ્રહાર કર્યા હતા, રાજ્યસભાના સાંસદ નારણભાઇ રાઠવાએ મોંઘવારી મુદ્દે મીડિયા સામે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે જનતા મોંઘવારીના માર થી પીસાઈ રહી છે અને તેનો વિરોધ તે પોતાના મત થી કરશે ,વિરોધ પ્રદર્શન કાર્યક્રમ બાદ આવી પહોંચેલા પાવીજેતપુરના ધારાસભ્ય અને નેતા વિપક્ષ સુખરામ રાઠવાએ પણ મોંઘવારી ને લઈ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા,,
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20220402-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *