ગીરગઢડાના દ્રોણેશ્વર મારુતિ ધામ ગુરુકુલમાં બિરાજમાન શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને શેરડીનો શણગાર, સંસ્થાના અધ્યક્ષ પુજ્ય માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી ગુરુકુલના સંતો તથા ભક્તોએ ભાવથી શેરડીનો શણગાર કરી દાદાની આરતી કરવામાં આવી હતી. જેમાં ભક્તોએ દર્શનનો લાભ મેળવ્યો હતો.
દ્રોણેશ્વર કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને વર્ષમાં દર સીઝન પ્રમાણે અલગ અલગ ફળફ્રૂલ તેમજ જૂદી જૂદી વાનગીઓથી પણ શણગાર કરવામાં આવે છે.
કષ્ટભંજન મંદિરની તદન નજીક દ્રોણેશ્વર ડેમ આવેલો છે ત્યા અદ્ભુત નજારો આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.જે નિહાળવા તેમજ લોકો શની રવી બાળકો સહીત ભક્તો તાલુકાભર માંથી દર્શનાર્થે આવતા હોય છે..


