Gujarat

દ્વારકાના શારદાપીઠ કોલેજ ખાતે વર્કશોપનું આયોજન

દ્વારકા
દ્વારકા જિલ્લામાં આગામી વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ની તૈયારી માટે વહીવટી તંત્ર સજ્જ થયું હતું. જે અવન્યે આજરોજ દ્વારકાના શારદાપીઠ કોલેજ ખાતે એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપ વહીવટી તંત્રના ચૂંટણી વિભાગ દ્વારા કર્મચારીઓને પ્રાથમિક તાલીમ આપવામાં આવી હતી. જેમાં કલેક્ટર તથા ઉચ્ચ અધિકારીઓએ ચૂંટણી કર્મચારીઓને તાલીમ આપી હતી. વિધાનસભા ૨૦૨૨ દ્વારકા કલ્યાણપુર બેઠક માટે આશરે ૧૩૦૦ જેટલા કર્મચારીઓની તાલીમ માટેનું આ વર્કશોપ હાથ ધરાયું હતું. જેમાં કલેકટરે પણ ચૂંટણી કર્મચારીઓને તાલીમની સાથે અન્ય માહિતીઓ પણ આપી હતી.

File-01-Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *