હાર્દિક કાનાબાર પ્રાચી
વિશાળ સંખ્યામાં હિન્દુ યુવાનો દ્વારા બાઇક રેલી કાઢવામાં આવી.
પ્રાચી તીર્થ…અમદાવાદના ધંધુકામાં થોડા દિવસ પહેલા થયેલ કિશન ભરવાડ નામ ના યુવાન ની ક્રૂર હત્યા ના પડઘા દેશભરમાં પડ્યા છે ગીર સોમનાથ જિલ્લામાં પણ કિશન ભરવાડ ની હત્યા ના પડઘાં પડયા છે ત્યારે તેના વિરોધમાં આજે ગીર સોમનાથ જિલ્લા ના સુપ્રસિધ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ, ઘંટીયા,ટીંબડી, સુત્રાપાડા, ધામળેજ લોઢવા પ્રશ્નાવડા સહિતના ગામો એ સજ્જડ બંધ રાખી હિન્દૂ સંગઠન માં જોડાયા હતા આજે હિન્દુ યુવા સંગઠનના યુવાનો દ્વારા ટીબડી ગામથી પ્રાચી માધવરાયજી મંદિર સુધી તથા ઘંટીયા ગામ ના મુખ્યમાર્ગો તેમજ રહેણાંક વિસ્તારોમાં વિશાળ બાઇક રેલી કાઢવામાં આવી હતી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી રેલી પૂર્ણ થયા બાદ સુત્રાપાડા મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું આવ્યું હતું અને આ ક્રૂર હત્યા કરનાર અને ષડયંત્ર રચનાર આરોપીઓને કડક માં કડક સજા થાય અને ફાંસીની સજા આપવાની માગણી કરી છે.
આ તકે સૂત્રાપાડામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, હિન્દુ યુવા સંગઠન, કરણી સેના, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગદળ સહિતના તમામ હિન્દુ સંગઠનો સાથે માલધારી અને ભરવાડ સમાજ દ્વારા બાઈક રેલી કાઢવામાં આવી હતી. ઘંટીયા, પ્રાચી, ટીબડી, ગામના નાના મોટા વેપારીઓ ધંધા રોજગાર સ્વેચ્છિક બંધ રાખીને અને વિરોધ નોંધાવ્યો હતો વિશાળ સંખ્યામાં લોકો બાઈક રેલીમાં જોડાયા હતા.
આ ઉગ્ર લોક વિરોધ ને ધ્યાને રાખી કોઈ પણ અઘટિત ઘટના ન બને તે હેતુ થી સુત્રાપાડા પોલીસ પીએસઆઇ હેરમાં તેમજ પોલીસ સ્ટાફ સવાર થીજ એલર્ટ રહી પ્રાચી તેમજ ઘંટીયા ચુસ્ત બંદોબસ્ત રખાયો હતો


