Gujarat

ધંધુસર ગામની પ્રાથમિક શાળાની મુલાકાત લેતા આસિસ્ટન્ટ કલેક્ટરશ્રી દેવેન્દ્ર મીણા શાળામાં આવેલ કિચન ગાર્ડન અને જ્ઞાન આપતી દિવાલો જોઇ શાળાના આચાર્ય અને સ્ટાફને અભિનંદન આપ્યા

જૂનાગઢનાં વંથલી તાલુકાના ધંધુસર પ્રાથમિક શાળાની જૂનાગઢના આસિસ્ટન્ટ કલેકટરશ્રી દેવેન્દ્ર મીણા(IAS) મુલાકાત લીધી હતી. શાળાની તમામ બાબતોનો ઝીણવટ પૂર્વક અભ્યાસ કરીને આચાર્ય તથા શાળાના સ્ટાફને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. શાળામાં આવેલ બાગ બગીચા, ઔષધ બાગ, કિચન ગાર્ડન, પ્રજ્ઞા અભિગમ અંતર્ગત ચાલતો ક્લાસ રૂમ તથા બોલતી દિવાલો અંગે આચાર્ય તથા સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા અને સુંદર શાળા જોઈ આવી કામગીરી બદલ શુભેચ્છાઓ પાઠવી અને હંમેશા શાળા પરિવાર આ રીતે જ શાળામાં કાર્ય કરતા  રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.

dhandhusar-school-mulakat-3.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *