Gujarat

ધનુર્માસ અંતર્ગત સફલા એકાદશી, શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટય દિન નિમિત્તે

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ ને દિવ્ય હજારીગલ-ગલગોટા,ગુલાબ વિગેરે ફુલોનો વડે કલાત્મક રીતે  વાઘાનો શણગાર કરાયો
 શ્રી વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  પવિત્ર ધનુર્માસ નિમિતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી  ધનુર્માસ અંતર્ગત સફલા એકાદશી તા.19-12-2022,સોમવાર ના રોજ શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટય દિન નિમિત્તે દાદાને  દિવ્ય હજારીગલ-ગલગોટા,ગુલાબ વિગેરે ફુલોનો વડે કલાત્મક રીતે  વાઘાનો શણગાર  ધરાવી.સવારે 5:45 કલાકે શણગાર  આરતી પૂજારી સ્વામી દ્વારા   કરવામાં આવેલ  દાદાના સિંહાસનને સંગીતના વાદ્યોના આકારની જેમ  શુશોભન કરવામાં આવેલ તેમજ  મંદિરના પટાંગણમાં  મારુતિ યજ્ઞનું તથા સમગ્ર પવિત્ર ધનુર્માસ  નિમિતે વિશ્વશાંતિ હનુમાન ચાલીસ યજ્ઞનું  આયોજન કરવામાં આવેલ છે. હજારો  ભકતોએ દિવ્ય દર્શનનો લાભ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધેલ.સફલા એકાદશી નિમિત્તે કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા શ્રી સ્વામિનારાયણ મહામંત્ર પ્રાગટય દિન નિમિત્તે સૌ હરીભક્તોએ  શુભેચ્છાઓ પાઠવી હતી..
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ

IMG-20221219-WA0069.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *