*ધાર્મિક અને સેવાના કાર્યો માટે હર હંમેશ તૈયાર રહે છે હેમંતભાઈ દવે*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો-કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે ધાર્મિક અને સેવાભાવી એવા હેમંતભાઈ દવે દ્વારા દશામાના વ્રત નું આગમન થતાં ૫૫૧ મૂર્તિઓ અને પૂજા પાનું વિનામૂલ્યે વિતરણ કરાયું હેમંતભાઈ દવે દ્વારા અવર નવર સેવાના કાર્યો કરતા રહે છે કર કરતી ગરમીમાં પણ ૫૧ શક્તિપીઠ સર્કલ શરણેશ્વર મંદિર ખાતે હેમંતભાઈ દવે દ્વારા મિનરલ વોટર પાણીની પરબ નું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને અંબાજી ગામના બાળકોને તંદુરસ્ત રે અને સ્વાસ્થ્ય જળવાઇ રહે તે માટે તેમના દ્વારા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને છેલ્લા ઘણા વર્ષોથી હેમંતભાઈ દવે દ્વારા દર વર્ષે દશામાનુ વ્રત કરનાર બહેનો નું સમુહ ભોજન નું પણ આયોજન કરવામાં આવે છે આવી જ રીતે બિલ્ડર હેમંતભાઈ દવે ધાર્મિક કાર્ય અને સેવાના કાર્યોમાં હર હંમેશ આગળ રહે છે
@@ *વ્રતની વિધિ* @@
દશામાંનુ વ્રત અષાઢ વદ અમાસથી શરૂ થાય છે . પ્રાત :કાળે સ્નાન કરી , ધૂપ-દીવો કરી , શ્રદ્ધાપૂર્વક દશામાની કથા સાંભળવી.
દસ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરવા. માટીની સાંઢવી બનાવી તેનું પૂજન કરવું. દસમે દિવસે એ સાંઢણીને નદીમાં પધરાવવી.
પાંચમા વર્ષે વ્રતનું ઉજવણું કરવું. યથાશ્કતિ સોનું , ચાંદી કે પંચ ધાતુની સાંઢણી બનાવરાવી બ્રાહ્મણને દાનમાં આપવી. વસ્ત્રદાન કરવું.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

