નિસાર શેખ.મહુધા
મહુધા વિધાનસભાના ઉમેદવાર તરીકે જાહેર થયાં હતાં ત્યારે રામદેવપીરના મંદિરે દર્શન અને પ્રચાર -પ્રસાર અર્થે આવ્યા હતા તે દરમિયાન ધારાસભ્ય સંજયસિંહ મહિડા એ તેવું પણ જણાવ્યું હતું કે જીતીને આવીશ ત્યારે ફરીથી આજ મંદિરે દર્શન કરીને આરતી ઉતારવા આવીશ તેવું વચન આપ્યું હતું જેમાં મહુધા વિધાનસભાના નવનિયુક્ત ધારાસભ્ય સંજયસિંહ મહિડા ના ઓ દ્વારા ખલાડી ગામે રામદેવપીરના દેવદર્શન કરીને આરતી ઉતારી હતી સાથોસાથ ધારાસભ્ય દ્વારા મતદારોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે તાલુકા મહામંત્રી નરસિંહ ભોજાણી,સરપંચ અરૂણભાઈ,દુધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન કૌશિકભાઈ ભોજાણી,મોહનસિંહ ભોજાણી,સ્થાનિક આગેવાનો,યુવાનો,વડીલો,માતાઓ અને બહેનો દ્વારા ધારાસભ્ય સંજયસિંહ મહિડા નાઓનુ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું સાથોસાથ ગામના આગેવાનો ભોજાણી બળવંતસિંહ એ રામદેવપીરના મંદિરે 20 કિલો પેંડા પ્રસાદી રૂપે વહેંચ્યા હતા અને ભોજાણી વિનુભાઈ એ ચંપલ નહી પહેરવાની બાધા હતી તે પણ બાધા પુરી કરવામાં આવી હતી તેમજ ધારાસભ્ય સંજયસિંહ મહિડા એ સૌને વિકાસના કાર્યો કરવાની ખાતરી આપી હતી


