Gujarat

ધારાસભ્યો, સાંસદો અને અધિકારીઓના બાળકો સરકારી સ્કૂલમાં ફરજિયાત ભણે ઃ કે.જી.વણઝારા

ગાંધીનગર
ભારતના મોટાભાગના વડાપ્રધાન, ગુજરાતના તમામ મુખ્યમંત્રીઓ સરકારી સ્કૂલોમાં ભણ્યા હતા ત્યારે સરકારે તમામ અધિકારીઓ, પદાધિકારીઓને ફરજ પાડવી જાેઇએ કે તેમણે પોતાના બાળકોને ફરજિયાત સરકારી શાળામાં ભણાવવા જાેઇએ. હાઇકોર્ટમાં શિક્ષણ વિભાગે કરેલી એફિડેવિટમાં આપેલા આંકડા પ્રમાણે રાજ્યમાં ૩૨,૩૧૯ સરકારી પ્રાથમિક શાળામાં ૪૭,૦૭,૮૪૬ બાળકો અભ્યાસ કરે છે. છેલ્લા ૨૦ વર્ષમાં સરકારે ૧.૩૭ લાખ ઓરડા બાંધ્યા છે જેની કિંમત અંદાજે ૧૦ હજાર કરોડ થાય છે છતાં ૧૯ હજાર ઓરડાની ઘટ છે અને ૧૬ હજાર શિક્ષકોની ઘટ છે. ૬૪૪૩ સ્કૂલોમાં રમતના મેદાન નથી. બજેટમાં શિક્ષણ માટે ૩૧ હજાર કરોડની જાેગવાઇ કરાઇ છે. આ સંજાેગોમાં મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યોને ચૂંટણી લડવા પક્ષની ટીકીટ જાેઇતી હોય તો બાળકોને ફરજિયાત સરકારી શાળામાં દાખલ કરવાની શરત અપનાવવી જાેઇએ. અધિકારીઓ માટે પણ આ નિયમ બનાવવો જાેઇએ અને તેનો અમલ ન કરનાર અધિકારીઓને મલાઇદાર એક્ઝીક્યુટીવ પદો પર નિમણૂંક ન આપવી જાેઇએ.હાલમાં રાજ્ય સરકાર શાળા પ્રવેશોત્સવ ઉજવી રહી છે અને મુખ્યમંત્રી, મંત્રીઓથી લઇને તમામ અધિકારીઓ સહિતનું વહીવટી તંત્ર સરકારી સ્કૂલોની મુલાકાતે છે ત્યારે રાજ્યના તમામ સરકારી અધિકારીઓ, ધારાસભ્યો- સાંસદોના બાળકો માટે સરકારી સ્કૂલમાં અભ્યાસ કરવાનું ફરજિયાત બનાવવાના સૂચન સાથે નિવૃત્ત અધિક સચિવ કે.જી.વણઝારાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *