Gujarat

ધારી ટાઉનમાંથી બે બુલેટ મોટર સાયકલોની ચોરી કરનાર બે ઇસમોને ચોરીના બુલેટ મોટર સાયકલો, મળી કુલ કિં.રૂ.૧,૮૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે અમરેલીના કુંકાવાવ જકાતનાકા પાસેથી પકડી પાડતી અમરેલી એલ.સી.બી

*ગુનાઓની વિગત*
(૧) ગઇ તા.રર/૦૬/ર૦રર ના રાત્રીના અગિયારેક વાગ્યા થી તા.૨૩/૦૬/ર૦રર ના સવારના છ વાગ્યા દરમિયાન કોઇપણ સમયે ધારી ઉપલી કવાટર્સ પોલીસ લાઈન સામેથી ફરિયાદી જગદીશભાઇ ઉમરભાઇ સંઘારનાઓનું રોયલ એનફિલ્ડ કંપનીનું બુલેટ મોટર સાયકલ, રજી.નંબર GJ-14-AS-4719, કિં.રૂ.૯૦,૦૦૦/- નું પાર્ક કરેલ હતું તે કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય, જે અંગે ધારી પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં, ૧૧૧૯૩૦૧૮૨૨૦૪૭૧/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી.થયેલ (૨) ગઇ તા.૧૧/૦૭/૨૦૨૨ ના ક.૨૩/૩૦ થી તા.૧૨/૦૭/૨૦૨૨ ક.૦૭/૩૦ વાગ્યા દરમિયાન ધારી, જોષીબાગ, શીવાલય કોમ્પ્લેક્સની બાજુમાં શેરીમાં ફરિયાદી જગદીશભાઇ મોહનભાઇ કાતરીયાનું રોયલ એનફિલ્ડ કંપનીનું બુલેટ મોટર સાયકલ, રજી.નંબર GJ-01-UJ-6671, કિં.રૂ.૯૦,૦૦૦/- નું પાર્ક કરેલ હતું તે કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય, જે અંગે ધારી પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૧૮૨૨૦૪૮૭/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી.થયેલ
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હતું.
અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ
ગઇ કાલ તા.૨૬/૦૭/૨૦૨૨ ના અમરેલી સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમિયાન કુંકાવાવ જકાતનાકા તરફથી બે બુલેટ મોટર સાયકલ ચાલકો બે બુલેટ મોટર સાયકલો ઉપર નીકળતાં અને શંકાસ્પદ જણાતાં, બંને ઇસમોને રોકી ચેક કરતાં, આ બંને બુલેટ મોટર સાયકલો ધારી ટાઉનમાંથી ચોરાયેલ મોટર સાયકલો હોય, બંને ઇસમો સામે ધોરણસર કાર્યવાહી કરી, અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
*પકડાયેલ આરોપીઓની વિગત*
(૧) જયદીપ કનુભાઇ વાળા, ઉં.વ.૧૯, રહે.પાતળા, તા ધારી, જિ.અમરેલી (૨) રાજુ રમેશભાઇ ખીમાણીયા, ઉ.વ.૧૯, રહે, જળજીવડી, તા.ધારી, જિ.અમરેલી
*પકડાયેલ મુદ્દામાલ*
(૧) એક રોયલ એનફિલ્ડ કંપનીનું બુલેટ મોટર સાયકલ, રજી.નંબર GJ-14-AS-4719, કિં.રૂ.૯૦,000/ (ર) એક રોયલ એનફિલ્ડ કંપનીનું બુલેટ મોટર સાયકલ, રજી.નંબર GJ-01-JJ-6671, કિં.રૂ.૯૦,000/ મળી કુલ કિં.રૂ.૧,૮૦,૦૦૦/- નો મુદ્દામાલ
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આર.કે.કરમટા તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટ બાય ભાવેશ વાઘેલા

IMG-20220727-WA0022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *