ધારી
ગીર પૂર્વ વિસ્તારમાં દિપડાનો ભંયકર ત્રાસ છે. ચાર વર્ષમાં દિપડાએ ૧૦૮ લોકોને ઘાયલ કર્યા છે. વર્ષ ૧૮-૧૯માં દિપડાના હુમલાની ૩૦ ઘટના બની હતી. વર્ષ ૧૯-૨૦માં સૌથી વધુ ૩૨ ઘટના, વર્ષ ૨૦-૨૧માં ૨૫ ઘટના અને વર્ષ ૨૧-૨૨માં ૨૧ ઘટના બની છે. જે દિપડાએ માણસનો શિકાર કર્યો હોય તે દિપડાને વન તંત્ર દ્વારા આજીવન કેદમાં રાખવામાં આવે છે. છેલ્લા ચાર વર્ષ દરમિયાન આવા ૧૩ દિપડાને કેદમાં રખાયા છે. આ ઉપરાંત બગસરા પંથકમાં તો માનવ ભક્ષી બની ગયેલા દિપડાને ત્રણ વર્ષ પહેલા ગૌશાળા નજીક ઠાર મારવામાં આવ્યો હતો. સિંહ કરતા દિપડાના હુમલામાં વધુ માણસોના મોત થઈ રહ્યા છે. ચાર વર્ષના સમયગાળામાં દિપડાના હુમલામાં કુલ ૧૪ લોકોના મોત થઈ સુક્યા છે. વર્ષ ૨૦-૨૧માં સૌથી વધુ ૫ લોકોના મોત થયા હતા. ધારીના ડિસીએફ રાજદિપસિંહ ઝાલાએ રેશ્ક્યુ ટીમને સુચના આપતા જ જળજીવડી પહોંચી હતી. અહી દિપડાને ઈન્જેક્શન આપી બેભાન બનાવી પાંજરે પુરવામાં આવ્યો હતો.ગીરાકાંઠાના ખેડૂતો પોતાના માલધોર માટે સિંહ- દીપડા જેવા હિંસક પ્રાણીઓ સાથે પણ બાથ ભીડી લેશે. ધારી તાલુકાના જળજીવડી ગામે આવી જ એક ઘટના બની હતી. જ્યા દીપડો એક ખેડૂતના ઘરમાં ઘુસયો હતો. અને પાડીનું મારણ કરતો હતો. ત્યારે તેને ટપારતા દીપડાએ ખેડૂત પર હુમલો કરી દીધો હતો. જાે કે ખેડૂતે બહાદુરીથી તેનો સામનો કર્યો હતો. આ ઘટના ધારી તાલુકાના જળજીવડી ગામે બની હતી. જ્યા ગૌતમભાઈ પ્રેમજીભાઈ ફીણવીયા નામના યુવાન પર દીપડાએ હુમલો કર્યો હતો. ગૌતમભાઈ ફીણવીયા પોતાના બે ?વર્ષના પુત્ર સાથે ઓસરીમાં સુતા હતા. જ્યારે તેના પીતા પ્રેમજીભાઈ ઘરના ફળીયામાં ખુલ્લામાં સુતા હતા. એક દીપડો દિવાલ કુદીને અંદર પડ્યો હતો. અને સીધ્ધો જ ઢોરના ફરજામાં ગયો હતો. દીપડાએ અહી બાંધેલી પાડી પર હુમલો કર્યો હતો. અવાજ થતા ફળીયામાં સુતેલા પ્રેમજીભાઈ જાગી ગયા હતા. અને ફરજામાં દીપડો પાડી પર હુમલો કરી રહ્યો હોય તેમણે હાંકલા પડકારા કર્યા હતા. જેને પગલે દીપડો સીધ્ધો જ ઓસરીમાં ધસી ગયો હતો. અહી સુતેલા ગૌતમભાઈ પર હુમલો કરી દીધો હતો. જાે કે ગૌતમભાઈએ દીપડા સાથે બરાબરની બાથ ભીડી હતી. જેને પગલે તેને ઘાયલ કરી દીપડો ફરી ફરજામાં જઈને લપાઈ ગયો હતો. ગૌતમભાઈને ૧૦૮ એમ્બ્યુલન્સમાં પાયલોટ અશ્વીનભાઈ લહેરૂ અને ડો. ભરત ત્રીવેદીએ તેને સારવાર માટે ધારી દવાખાને ખસેડ્યો હતો. બીજી તરફ ઘટનાની જાણ થતા વન વિભાગની રેશ્ક્યુ ટીમ અહી દોડી આવી હતી. અને ફરજામાં સુપાયેલા દીપડાને ત્રણ કલાકની લાંબી જહેમત બાદ પાંજરે પુર્યો હતો. આ ઘટના દરમિયાન ગામમાં ભારે અફડાતફડીનો માહોલ જાેવા મળ્યો હતો. હુ ઓસરીમાં સુતો હતો. ત્યારે અચાનક જ દિપડો કુદીને માથે પડ્યો હતો. મારા હાથથી પ્રહાર કરી મે તેની સાથે ઝપાઝપી કરી હતી. જેથી દિપડો ગભરાઈને ફરજા તરફ ભાગ્યો હતો.