સૂપેડી થી માંત્રાવાડ સુધીના નવા ડામર રોડમાં નબળી કામગીરી થયાનો આક્ષેપ
રોડ ફરી બનાવવાની માંગણી સાથે કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લઇ લાઇસન્સ રદ કરવાની માંગ.
ગ્રામજનો દ્વારા રોડની કામગીરી અંગે કરવામાં આવ્યું પરીક્ષણ.
નવા બનેલા રોડની કામગીરી અંગે ઉચ્ચ તપાસ કરવા ગ્રામજનોએ કરી માગ
ધોરાજી તાલુકાના સૂપેડી, થી માત્રવડ ગામને જોડતો ડામર રોડ નવો બન્યો છે જેમાં ઝાંઝમેર ગામના બસ સ્ટેન્ડ પાસે 300 મીટર સુવિધા પંથ રોડ બનાવવામાં આવ્યો છે જે હજુ ગણતરીના કલાકો જ થયા હતા અને તેના પરથી પોપડાં ઉખડવા લાગતાં જાગૃત લોકોએ ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા અને તેમનું લાયસન્સ રદ કરવા માગણી કરવામાં આવી હતી.
રસ્તાઓની કામગીરીમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો છે. લાખોના ખર્ચે બનાવવામાં આવેલા રોડ રસ્તાઓના ભ્રષ્ટાચારમાં કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત સામે આવી છે. સીસી રસ્તાઓ બનાવવા માટે યોગ્ય મટીરિયલ્સ વાપરવામાં ન આવતું હોવાથી લોકો હેરાન પરેશાન બન્યા છે.
જ્યારે સૂપેડી ગામથી માંત્રવડ ગામ સુધીમાં બનેલા નવા ડામર રોડની કામગીરીમાં વચ્ચે આવતા ઝાંઝમેર નાં ગ્રામજનો દ્વારા કરવામાં આવેલા પરીક્ષણમાં રોડની વચ્ચે આવતા પુલિયાઓમાં આરસીસી વર્ક કરવાને બદલે બેલા, પથ્થરો નાખી ભરાણ કરી રોડના પ્લાન એસ્ટીમેન્ટ મુજબ પુલ બનાવેલ આ હોઈ નબળી કામગીરીનો હોવાનું સામે આવ્યું હતું. તેમજ અનેક વાર રજૂઆત કરવા છતાં તંત્રની મીલીભગત સામે આવી છે ગ્રામજનોએ રોડની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો સાથે રોડની કામગીરીની ઉચ્ચ સ્તરીય તપાસની માગ કરી છે.
રોડની એક બાજુ આર.સી.સી રોડ બનાવવામાં આવ્યું છે. ત્યારે બીજી બાજુ માત્ર માટી જ દેખાઈ આવે છે. રસ્તાઓ પર માત્ર કાંકરા જ દેખાઈ આવે છે. ત્યારે આ મામલે અનેક રજૂઆત કરવા છતા કોઈ નિરાકરણ ન આવતા ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો.
ઝાંઝમેરનાં ગ્રામજનો એ વિરોધ નોંધાવ્યો એ પહેલાં ઝાંઝમેર ગ્રામ પંચાયતનાં સરપંચ દ્વારા આ રોડમાં ભ્રષ્ટાચારના મામલે કાર્યપાલક ઇજનેર સ્ટેટ હાઇવે રાજકોટ તેમજ પ્રાંત અધિકારી ધોરાજી અને નાયબ કાર્યપાલક ઈજનેર જેતપુર કચેરીઓ ને ઉદેશીને રોડ માં થયેલ ભ્રષ્ટાચાર ને જાણ કરવામાં આવી હતી તેમ છતાં યોગ્ય પગલા ભરવામાં તંત્ર નિષ્ફળ રહ્યું હતું
ઉલ્લેખીનય છે કે, એક તરફ સરકાર દ્વારા લોકોને પરિવહન માટે સારા રોડ મળી રહે તે બાબતના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ ગ્રામ્ય કક્ષાએ બનાવવામાં આવતા રોડની નબળી કામગીરીને લઈને તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
મજબૂત ડામર રોડ બનવો જોઈએ તે બન્યો નથી.
રોડ પર માત્ર પગની એડી ઘસવાથી પણ રોડ ઉખડી જાય છે.અને બનાવેલ રોડનું મટીરીયલ પણ હાથમાં આવી જાય છે. આ કેવી ગુણવત્તા કામ મંજુર થયાને થોડા સમયમાં જ રસ્તાની હાલત ખરાબ બની છે માટે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ નોંધાવી યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે.
હરેશ ભાલીયા જેતપુર


