Gujarat

ધ્રોલ તાલુકાની શાળાઓમાં મધ્યાહન ભોજન કેન્દ્ર માટે સંચાલક, રસોયાની નિમણૂક માટે અરજીઓ મંગાવવામાં આવી  

ધ્રોલ તાલુકાના લતીપુર તાલુકા પ્રાથમિક શાળા, બીજલકા પ્રાથમિક શાળા, ધ્રોલ વાડી શાળા ૨, ધ્રોલ વાડી શાળા ૧, ધ્રોલ વાડી શાળા ૫, રાજપર વાડી શાળા, લૈયાળા વાડી શાળા, હરિપર વાડી શાળા મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલક કમ કુકની ખાલી જગ્યા ભરવાની હોવાથી જે ઉમેદવારો ફરજ બજાવવા ઇચ્છતા હોય તેઓએ મામલતદાર કચેરી, ધ્રોલથી રજાના દિવસ સિવાય કચેરી સમય દરમિયાન રૂબરૂ આવીને ફોર્મ મેળવવાના રહેશે. તા.૧૫-૭-૨૦૨૨ સુધીમાં વિગતો ભરીને પ્રમાણપત્રની નકલો અરજી સાથે રજૂ કરવાની રહેશે. આ અંગેના ઈન્ટરવ્યુની તારીખ અંગે રજૂ થયેલ અરજીઓ મુજબ લાયકાત ધરાવતા અરજદારોને તારીખ અને સમયની જાણ કરવામાં આવશે. ઇન્ટરવ્યુમાં જરૂરી આધાર પુરાવાઓ જેવા કે શાળા છોડ્યાનું સર્ટિફિકેટ, જાતિનો દાખલો, શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ, રેશનકાર્ડ અને સ્થાનિક રહેતા હોય તેવા પુરાવાઓ સાથે લાવવાના રહેશે,

આ યોજનામાં સંચાલક તરીકે નિમણુક વ્યક્તિની લઘુતમ વયમર્યાદા ૨૦ વર્ષ અને મહતમ ૬૦ વર્ષની રાખવામાં આવી છે. ઉમેદવાર ધો.૧૦ પાસ હોવા જોઈએ. અને તેજ ગામના વ્યક્તિ હોવા જોઈએ. જે ગામે ધો.૧૦ પાસ ન હોય ત્યાં ધોરણ-૭ પાસ માટે છૂટછાટ આપવામાં આવશે. તથા ગામડાની વિધવા, ત્યકતા નિરાધાર સ્ત્રીઓ તેમજ આર્થિક રીતે નબળી વ્યક્તિઓ તથા ગરીબી રેખા નીચે જીવતા લોકોને નિમણુકમાં અગ્રતા આપવામાં આવશે. મહિલા ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે.

અગાઉ મધ્યાહન ભોજન કેન્દ્રોમાં જેમણે ફરજ બજાવેલ હોય અને નિમણૂક માટે પાત્રતા ધરાવતા હોય તેવી વ્યક્તિઓને નિમણૂકમાં અગ્રતા આપવામાં આવશે. સસ્તા અનાજની દુકાનના પરવાનેદાર હોય, માનદ વેતન મેળવતા હોય તેવા વ્યક્તિઓ, અનાજ દળવાની ઘંટી ચલાવતા હોય, શાકભાજી, મરી મસાલા કે જલાઉ લાકડાનો વેપાર કરતી હોય તેવી વ્યક્તિઓ અરજી કરી શકશે નહી.

અરજી ફોરમ સાથે શાળા છોડ્યાના પ્રમાણપત્રો, માર્કશીટ તથા રેશનકાર્ડ, ચૂંટણી ઓળખપત્ર, તથા અન્ય અનુભવ અંગેના સર્ટિફિકેટની પ્રમાણિત નકલો સાથે રજૂ કરવાની રહેશે. તેમ મામલતદાર ધ્રોલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *