Gujarat

નડિયાદ ખાતે લેમ્પ લાઈટીંગ અને ઓથ સેરેમની યોજાઈ

નડિયાદ
નડીયાદમાં મહાગુજરાત મેડીકલ સોસાયટી સંચાલિત દિનશા પટેલ કોલેજ ઓફ નર્સિંગમાં બી.એસ.સી.(નર્સિંગ) ૧૧મી બેચ, જી.એન.એમ.ની ૧૦મી બેચ તથા વર્ષ ૨૧-૨૨થી એ.એન.એમ.ના અભ્યાસક્રમના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની શપથવિધિ સમારંભ તાજેતરમાં યોજાઇ ગયો હતો. આ કાર્યક્રમમાં પ્રમુખ પદે મહાગુજરાત મેડીકલ સોસાયટીના પ્રમુખ દિનશા પટેલ, મહાગુજરાત મેડીકલ સોસાયટીના ચેરમેન ભાસ્કરભાઈ દેસાઈ, અતિથિ વિશેષ તરીકે ડૉ. એન. ડી. દેસાઈ હોસ્પિટલ તથા મેડીકલ કોલેજ, નડિયાદના નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ શ્રૃતિ પટેલ, ગર્વમેન્ટ હોસ્પિટલ, નડિયાદના નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ રીટાબેન પટેલ, કોલેજના ડાયરેકટર ડો. બી. એચ. શેલત તથા કોલેજના આચાર્ય વિરેન્દ્ર જૈન હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત રોકસ્ટ્રાર ડાન્સ ગ્રુપ દ્વારા મૂક બધિર વિદ્યાર્થીની એશા જાેષી દ્વારા પ્રાર્થના નૃત્યથી કરી હતી. આ કાર્યક્રમ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને કલીનકલ પ્રેકટીસ શરૂ કરતા પહેલા કોઈપણ ભેદભાવ વગર સમાજની અને દર્દીઓની સેવા કરવાની શપથ લેવડાવવામાં આવી હતી. નર્સિંગ ક્ષેત્રે આ શપથવિધિ એ ખૂબ જ મહત્વનો દિવસ કહેવાય છે. કોલેજના આચાર્યએ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ઓથ લેવડાવી અને ભવિષ્ય ઉજજવળ બને તેવી શુભકામના આપી હતી. ડૉ. એન. ડી. દેસાઈ હોસ્પિટલ તથા મેડીકલ કોલેજ, નડિયાદના નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ શ્રૃતિ પટેલે પોતાના મંતવ્યોમાં નર્સ શું છે? ડૉકટરે લખેલી દવાથી દર્દીને સાજા થવાની રીત સુધીની સફર સુધીની રસપ્રદ માહિતી પુરી પાડી હતી. ગર્વમેન્ટ હોસ્પિટલ, નડિયાદના નર્સિંગ સુપ્રિટેન્ડન્ટ રીટાબેન પટેલે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓએ પ્રથમ વખત યુનિફોર્મમાં સજ્જ થઈ ફોલરેન્સ નાઈટેગની ઓથથી પ્રેમ, દયા, કરૂણા, સેવાની ઈચ્છા જાગૃત થાય તેવી શુભકામના પાઠવી હતી. કોલેજના ડાયરેકટર પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની સ્વચ્છતા અને સુગતાથી સજ્જ નર્સિંગના પહેરવેશને બિરદાવ્યા. તેઓએ લાઈફ સાયન્સ, પાવર ઓફ હિલીંગ અને સકારાત્મક વલણ નર્સિંગ ક્ષેત્રને ઉજજવળ તકક મળશે અને તમારું ભવિષ્ય ઉજજવળ બને તેવી શુભકામના. ચેરમેનએ રાજયની સર્વશ્રેષ્ઠ કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને આવકારી પરિવારના સભ્ય બનવા અભિનંદન પાઠવ્યા. અને પરિવારના સભ્યને જયારે પણ મહાગુજરાત મેડીકલ સોસાયટીની જરૂર પડે ત્યારે હરહંમેશ તત્પર છે તેમ જણાવ્યું. મહાગુજરાત મેડીકલ સોસાયટી પ્રમુખએ દીકરી વ્હાલનો દરિયો હોય છે અને નર્સિંગ ક્ષેત્રમાં વ્હાલનું મહત્વ ખૂબ જ છે. જેમ લોરેશ નાઈટેગલે નર્સિંગક્ષેત્રને વિશ્વસ્તરે મૂકય તેમ તમો પણ તમારી શકિતથી વિશ્વ સ્તરે પ્રર્દશીત કરો અને ઉજજવળ ભવિષ્ય બનાવો તેવી શુભકામના પાઠવી.કાર્યક્રમની આભારવિધિ પ્રોફે. અર્પિતાબેન વૈદ્યએ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *