નડિયાદ
ખેડા જિલ્લાના નડિયાદમાં વર્ષમા એક વખત ભરાતા મેળાની રંગત ચાલુ વર્ષે ઓછી જામી છે.જાેકે આ વર્ષે મોટા ચગડોળો કે મેળામાં કોઈ મોટુ આકર્ષણ નથી કોરોનાની ગાઈડ લાઈનને લઈને માત્ર પ્રતિકાત્મક મેળો ભરાયો છે. સંતરામ મંદિરના પ્રાંગણમાં નાના બાળકો માટે રેલ ગાડી સહિત નાના ચગડોળો આવ્યાં છે. આ ઉપરાંત નાના નાના સ્ટોલો પણ ગોઠવાયાં છે. જાેકે રોજીંદા પાથરણાવાળા જ મંદિર બહાર બેઠાં છે. દર વર્ષે બહારગામથી આવતાં પાથરણાવાળા આ વખતે ખુબજ ઓછા આવ્યાં છે. તો વળી જે દર વર્ષે ત્રી દિવસીય મેળામાં રસ્તો બંધ કરી મેળો ભરાય છે તે છેલ્લા ૨ વર્ષથી નથી યોજાઈ રહ્યો. તો આ વખતે પણ આવો મેળો નથી ભરાયો. સંતરામ રોડ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણ રીતે ચાલુ રહ્યોં છે. અને ફક્ત મોટા હેવી વાહનોને જ ડાયવર્ઝન અપાયું છે. ચાલુ વર્ષે પ્રતિકાત્મક મેળાનુ આયોજન થતાં આ મેળાના આયોજકો તથા નાના સ્ટોલ કરનાર લોકો આ ખર્ચને પહોંચી વળશે કે પછી ખોટમાં જશે તેને લઈ અસમંજસમાં છે. કોરોનાકાળ પહેલા એટલે કે વર્ષ ૨૦૧૯મા આ મેળાનો ઝગમાટ જાેવા મળ્યો હતો. આ સમયે મેળાની ફાઈલ તસવીરો જાેતા લાગે કે આ કોરોના હાલ કેવો સમય સંજાેગો લાવી દીધો છે. રોજગારીના આશયથી ચાલતાં આવા મેળાઓ પણ આવનાર સમયમાં લુપ્ત થાય તો નવાઇ નહીં રહે.નડિયાદમાં મહાસુદ પૂનમે ભરાતા પરંપરાગત મેળાને કોરોનાના લઈને ઝાંખપ આવી છે. કોરોના પહેલા મેળાનો ઝગમગાટ અને કોરોનાની ત્રીજી લહેર બાદનો મેળો ફીક્કો પડ્યો છે. જાેકે ચાલુ વર્ષે મોટા ચગડોળો કે મેળામા મોટુ આકર્ષણ નથી ફક્ત પ્રતિકરૂપ મેળો ભરાયો છે.
