નડિયાદ
ખેડા જિલ્લામાં આપઘાતના બનાવો વધ્યા છે. નડિયાદ તાલુકાના કણજરી ચોકડી પાસે આવેલ ઓમગ્રેનાઇટ માર્બલની ઓફિસમાં કામ કરતા સાબરકાંઠા જિલ્લાના યુવકે કોઈ અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઈ લેતા ચકચાર મચી છે. ચકલાસી પોલીસે ઘટના સ્થળે જઈ મૃતદેહનો કબજાે મેળવી પીએમ માટે મોકલી આપી છે. મૃતકના ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળી આવી છે. નડિયાદ તાલુકાના કણજરી ચોકડીથી આણંદ તરફ જવાના માર્ગ પર ઓમ ગ્રેનાઇટ માર્બલ આવેલ છે. ત્યાં બહાર ક્રિષ્ના જનરલ સ્ટોર છે. જાેકે, તે બંધ હોય તેનો ઉપયોગ ઓફિસ તરીકે માર્બલ વાળા કરે છે. આ માર્બલ ફેક્ટરીમાં રહેતા મૂળ સાબરકાંઠાના હિંમતનગરના હર્ષદગીરી ભગવાનગીરી ગોસ્વામી (ઉંમર વર્ષ આશરે ૩૯)એ કોઈ કારણોસર પોતાના ગળાના ભાગે દુપટ્ટાથી પંખાએ લટકીને આત્મહત્યા કરેલ હતી. આજુબાજુની દુકાન વાળા આવતા આ ઓફિસ બંધ દેખાતા તેમણે ઓફિસ ખોલવાનો પ્રયત્ન કર્યો હતો અને અંદર જાેયું તો હર્ષદગીરીની લાશ પંખે લટતી જાેઈ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ચકલાસી પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને લાશનો કબજાે લીધો હતો. તેમજ હિંમતનગર ખાતે રહેતા તેમના પરિવારને જાણ કરી હતી. જેથી પરિવારજનો પણ બનાવ સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે મરણ જનારના ખિસ્સામાંથી એક સુસાઇડ નોટ કબજે કરી છે. આત્મહત્યા કરનાર યુવાનના ખિસ્સામાંથી સુસાઇડ નોટ મળી છે. તેમાં દર્શાવેલી વિગતોની ખરાઈ કરવામાં આવી રહી છે પછી ફરિયાદ દાખલ કરવામાં આવશે. આ બાબતે હાલમાં પોલીસ સુસાઇડ નોટમાં શું છે તેની તપાસ ચાલતી હોય ગુપ્તાના ભાગરૂપે કાંઈ કહેવા તૈયાર નથી. તો પારીવારીક સંબંધના કકળાટમા યુવાને આપઘાત કર્યો હોવાનું જણાવ્યું છે.

