Gujarat

નડિયાદમાં મેડિકલ કેમ્પનું આયોજન કરાયું

નડિયાદ
અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણો પ્રાગટ્ય મહોત્સવ સમગ્ર ભારતમાં ઉજવાઈ રહ્યો છે. જે અંતર્ગત ખેડા જિલ્લાના વડા મથક નડિયાદ ખાતે આવેલ શ્રી ગોકુલનાથજી મંદિર, સાથ બજારના શ્રી બાલકૃષ્ણ પ્રભુ ગૌ જનસેવા ટ્રસ્ટ દ્વારા, આયોજિત એક મેડીકલ કેમ્પનુ આયોજન કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં નડિયાદ સ્થિત આંખો, ચામડી, દાંત, બાળરોગ, ફિઝિશિયન, ફિઝિયોથેરાપિસ્ટ, અને હોમીઓપેથી ના નિષ્ણાત ડોક્ટરો દ્વારા સેવા આપવામાં આવી હતી. અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યના ૫૪૫મા ત્રણ પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત, ની.લી.ગો. વ્રજભૂષણલાલજી મહારાજની આત્મજ પીઠાધીશ્વર પ.પા.ગો. ૧૦૮ વ્રજ રત્નલાલજી મહારાજની અધ્યક્ષતામાં કાર્યક્રમ સંપન્ન થશે. ઉલ્લેખનીય છે કે સતત ત્રણ દિવસ દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. ફ્રી મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામાં વૃદ્ધો, યુવાનો, બહેનો એ લાભ લીધો હતો.ખેડા જિલ્લાના વડા મથક નડિયાદમાં જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણો પ્રાગટ્ય મહોત્સવ અંતર્ગત એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે સતત ત્રણ દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *