સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલાના મણિનગર ખાતે મુસ્લીમ યુવક ઇમરાન પઠાણ લક્કીના ઘરે આજે સવારે એક ગાય આવી અને ડેલા સાથે માથું ભટકાવી આવાજ આપ્યો તો આજે ઇદેમિલાદ એટલે કે મુસ્લીમ સમાજના પયગંબર સાહેબના જન્મદિવસ હોઇ અને તેમના ઘરે એક અબોલ જીવ આવી કઈક કેવાની કોશિશ કરતું હોઇ ત્યારે ઇમરાન પઠાણે ગાયની મહેમાનગતી કરી સમગ્ર વિસ્તારમાં ફરી ગાયોને રજકો અને પાણી પીવડાવી નબી સાહેબનો જન્મદિવસ ઉજવ્યો અને સાથે જણાવ્યું કે આજે મુસ્લીમ સમાજ માટે ખૂબજ ખુશીનો દીવસ હોઇ આજે પયગંબર સાહેબનો જન્મ દિવસ હોય અને જાણે મને કોઈ અંતર આત્માએ પોકાર કાર્યો હોઇ તેવી રીતે મારા ઘરે સવારે ગાય આવી મને માનવતા દર્શાવાનો મોકો આપ્યો હતો આમ તો રોજ સવારે હું ઘરેથી નીકળી અબોલ જીવ માટે ખોરાકની વ્યવસ્થા કરતો આવું છું પણ આજે મને ગાયની અંદર કોઇક પરમાત્મા એટલે કે કોઈ મહાન હસ્તીના દર્શન થયા હતાં તેવુ ઇમરાનભાઈએ જનાવ્યું હતું અને માનવતાનું એક ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું


