પશુપાલકો વિવિધ પ્રશ્નો અને સમસ્યાઓના પગલે ખુબ આક્રોશમાં હોવાના લીધે ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે આજે માલધારી સમાજની નિલકંઠ મંદિરથી નર્મદા ચોકડી થઈ દુધના કેન સાથે રેલી નીકળી હતી અને નીલકંઠ મંદીરે નર્મદા નદી કિનારે પહોંચી જઈ દૂગ્ધાભિષેક કર્યું હતું. માલધારી સમાજ અને પશુપાલકો કેમ આક્રોશમાં છે તેનાં કારણો જોતાં ઢોર નિયંત્રણ બીલને લઈ ગુજરાતભરમાં વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધના કારણે માલધારી સમાજ દ્વારા હડતાળનું એલાન આપવામાં આવ્યું છે. તેથી ચોર્યાસી ડેરી, અમુલ ડેરી, સુમુલ ડેરીમાં આજે એટલે કે બુધવારે દૂધની હડતાલનું માલધારી સમાજે એલાન આપ્યું છે.


