નવસારી
નવસારી જિલ્લાના જલાલપુર તાલુકામાં ભાનુનગરમાં આવેલી એસ્ટ્રલ ગ્લોબલ શાળાના ધોરણ ૭ના વ્હોટ્સએપ ગ્રુપમાં શિક્ષકે એડલ્ટ અશ્લીલ વીડિયો મુક્યો હતો. આ વીડિયો જાેઈ એક વિદ્યાર્થિની હેબતાઈ ગઈ હતી અને તેણે પોતાના માતા-પિતાને જાણ કરતા વાલીએ સમગ્ર મુદ્દે સ્કૂલનાં મહિલા આચાર્યને જાણ કરી હતી. ત્યારે આચાર્યાએ આ શિક્ષકને ફોન કરતાં તેણે મે કંઈ પણ પોસ્ટ નથી કર્યુ એમ કહી જીભાજાેડી કરી હતી અને ફોન પછી શિક્ષકે એ પોસ્ટ ડિલિટ કરી નાખી હતી. ધોરણ ૭ના શૈક્ષણિક ગ્રુપમાં અશ્લીલ વીડિયો શિક્ષકે મુકતાં એક શિક્ષકની ગરિમા તો લજવાઇ છે. પરંતુ આ સમગ્ર મુદ્દે જિલ્લાના શિક્ષણ વિભાગે પણ શાળા પાસેથી જવાબ માંગ્યો છે. શાળા અને વાલીઓએ આવા શિક્ષક વિરૂદ્ધ કાયદેસરના પગલાં લેવાની તજવીજ હાથ ધરી છે. આ શિક્ષકને ૧૫ દિવસ પહેલા શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો. શિક્ષક શાળામાં કામગીરીમાં અનિયમિત હતો અને બાળકોને શિક્ષણ પણ યોગ્ય રીતે ન આપતો હોવાથી શાળાના મેનેજમેન્ટ દ્વારા તેને હાંકી કાઢવામાં આવ્યો હતો. ત્યારે તેણે આ કૃત્ય બદલાની ભાવના સાથે કર્યું હોવાની શક્યતા શાળા માની રહ્યું છે. હાલમાં પરીક્ષા શરૂ હોઈ બાળકો કોઈ વિષયમાં માહિતી અને મદદ મેળવી શકે તે માટે શિક્ષકને વ્હોટ્સએપ ગ્રુપમાં રાખવામાં આવ્યા હતા. પણ જેવી જ આ ઘટના બનતા શિક્ષકને ગ્રુપમાંથી રીમુવ કરવામાં આવ્યા છે.નવસારીના જલાલપોરની એક ખાનગી શાળાના ઓનલાઇન શિક્ષણ અને મટીરીયલ મેળવી શકાય તે માટેના વ્હોટ્સએપ ગ્રુપમાં એક શિક્ષકે પોર્ન વીડિયો અપલોડ કરતાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ક્ષોભજનક સ્થિતમાં મુકાયા હતા. જલાલપોરના ભાનુનગરની એસ્ટ્રલ ગ્લોબલ શાળાના ધોરણ ૬થી ૮ના વિદ્યાર્થીઓને ભણાવતા શિક્ષક પુરૂષોત્તમ ઉર્ફે પરેશ પુરોહિતે અશ્લીલ વીડિયો અપલોડ કરતાં વિદ્યાર્થીઓ ક્ષોભજનક સ્થિતીમાં મૂકાયા હતા અને વાલીઓમાં એ શિક્ષક સામે રોષ જાેવા મળી રહ્યો છે.


